Tarak Mehta...ના દયા બેનની કોપી કરતી જોવા મળી ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા શર્મા, ગરબા ડાન્સનો વીડિયો થયો વાયરલ
દયા બેનના ગરબાને એક સબ્જેક્ટ બનાવીને ટીવી અભિનેત્રી ઐશ્વર્યા શર્માએ એક વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર મુક્યો છે, જે લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે.
Daya Ben’s Copy Video Viral: ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ફેન ફોલોઇંગ સંખ્યા ખૂબ મોટી છે. વર્ષો વીતી ગયા પણ આજે પણ આ ટીવી સિરિયલ આજે પણ ટીઆરપીમાં ટોપ-5માં સ્થાન જાળવી રાખ્યું છે. તેના દરેક પાત્રોએ લોકોના દિલમાં જગ્યા બનાવી છે. આ સિરિયલમાં જેઠાલાલની પત્ની દયા બેનને પણ લોકો ખૂબ પસંદ કરે છે, ખાસ કરીને તેની નિર્દોષતા માટે. તેણી જે પ્રકારનાં પ્રશ્નો પૂછે છે અને જે રીતે તે વાત કરે છે તે એક અલગ પ્રકારની મજા છે.
ઐશ્વર્યા શર્માએ બનાવ્યો વીડિયો
દયા બેનના ગરબાને એક સબ્જેક્ટ બનાવીને ટીવી અભિનેત્રી ઐશ્વર્યા શર્માએ એક વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર મુક્યો છે, જે લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ વિડીયોમાં અભિનેત્રી દયા બેનની નકલ કરે છે અને બતાવે છે કે જો દયા બેન 'શિનચેન' સાથે ગરબા કરશે તો કેમ કરશે ગરબા. આમાં ઐશ્વર્યાએ દયા બેનના કપડાં અને દેખાવની પણ નકલ કરી છે અને સૌથી મજાની વાત દયા ભાભીની જેમ વાત કરવાની તેની રીત છે.
View this post on Instagram
વીડિયો થયો વાયરલ
'ગમ હૈ કિસી કે પ્યાર મેં' ફેમ ઐશ્વર્યાએ પણ વીડિયો બનાવતી વખતે વિચાર્યું ન હતું કે તેને ખૂબ જ પસંદ કરવામાં આવશે. આ વીડિયો જોતા જ વાયરલ થઈ ગયો અને સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ જ પસંદ પડી રહ્યો છે. સિરિયલ 'ગમ હૈ કિસી કે પ્યાર મેં' માં પાખીનું પાત્ર ભજવનાર ઐશ્વર્યાએ દયા બેનના અવાજમાં લગભગ વાત કરી છે. 'શિનચેન' સાથે ગરબેનો આ વીડિયો પણ ખૂબ જ રમુજી છે.