ફેમિલીની સામે બ્રાલેટ પહેરીને બેઠી હતી એક્ટ્રેસની બહેન, પિતાએ ગુસ્સામાં કહ્યું- ટૉપ પહેરવાનું ભૂલી ગઇ છો કે.....
Alanna Panday Fashion: અભિનેત્રી અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડે સોશિયલ મીડિયા સેન્સેશન છે
Alanna Panday Fashion: અભિનેત્રી અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડે સોશિયલ મીડિયા સેન્સેશન છે. તેના ફોટોશૂટથી લઈને તેના ફેશન સ્ટેટમેન્ટ સુધી બધું જ સમાચારોમાં રહે છે. અલાના બૉલ્ડ લૂક માટે જાણીતી છે. હવે તે એક રિયાલિટી શૉ ધ ટ્રાઈબમાં જોવા મળી રહી છે.
આ રિયાલિટી શૉમાં એ બતાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતે યુવા ભારતીય પ્રભાવકો લૉસ એન્જલસમાં પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કંઈક મોટું કરવા માંગે છે. આ શૉમાં જાવેદ જાફરીની પુત્રી અલવિયા જાફરી પણ છે. આ સીરીઝ એમેઝોન પ્રાઇમ પર છે.
કપડાંને લઇને ચિક્કી પાન્ડેએ ટોકી
હવે અલાના પાંડેએ શૉ સાથે જોડાયેલી એક ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં અલાના તેના પરિવાર સાથે બેઠી છે. તે લીલા રંગની બ્રેલેટ અને સફેદ ટ્રાઉઝર પહેરેલી જોવા મળે છે.
અલાનાના પિતા ચિક્કી પાંડે તેને પૂછે છે, શું તમે શર્ટ પહેરવાનું ભૂલી ગયા છો? આ સાંભળીને અલાના થોડી અસહજ થઈ જાય છે. તેણી કહે છે- તમે ગંભીર છો? આ કપડાં સાથે શું સમસ્યા છે? તો અલાનાના પિતા કહે છે- તમને નથી લાગતું કે શર્ટની જરૂર છે. તો અલાના કહે છે- આ શર્ટ છે. તો ચિક્કી પાંડે કહે છે કે આ બાંદ્રા છે, LA નથી. ત્યારે અલાના કહે છે- આ એક બ્રેલેટ છે. તો ચિક્કી કહે આ બ્રેલેટ છે? તેથી બ્રા કવર કરવી જોઈએ.
View this post on Instagram
અલાના વિશે વાત કરીએ તો તે પરિણીત છે. તેણે માર્ચ 2023 માં યુએસ સ્થિત ફિલ્મ નિર્માતા આઇવર મેકક્રે સાથે લગ્ન કર્યા. અલાના એક બાળકની માતા પણ બની છે. તેણે બેબી રિવરને જન્મ આપ્યો. અલાના તેના અંગત જીવન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
View this post on Instagram