શોધખોળ કરો
Advertisement
લૉકડાઉનના કારણે આ અભિનેત્રીની આર્થિક હાલત કથળી, બોલી- 7 મહિનાથી નથી મળી ફી, ઘર ચલાવવા નથી પૈસા
એક્ટ્રેસ સરિતા જોશીનું કહેવુ છે કે, તે એકલી છે, અને સીનિયર સિટીઝન છે. આવાંમાં તેને ફી ના મળવાથી તે રોજિંદી લાઇફનો સામાન પણ નથી ખરીદી શકતી. સરિતા જોશીને ગયા વર્ષે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂકી છે
નવી દિલ્હીઃ કોરોના અને લૉકડાઉનના કારણે ટીવી અને ફિલ્મના શૂટિંગ બંધ છે, જેના કારણે કેટલાય એક્ટર અને એક્ટ્રેસીસની આર્થિક હાલત કથળી ગઇ છે. કેટલાક લોકો હવે ખુલીને બોલવા લાગ્યા છે. આ કડીમાં હવે ટીવીના પૉપ્યુલર શૉ હમારી બહુ સિલ્ક ની જાણીતી એક્ટ્રેસે સરિતા જોશીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. તેને કહ્યું કે શૉના બધા જ કલાકારોને હજુ સુધી ફી નથી મળી, જેના કારણે ઘર ચલાવવામાં મુશ્કેલી આવી રહી છે.
એક્ટ્રેસ સરિતા જોશીનું કહેવુ છે કે, તે એકલી છે, અને સીનિયર સિટીઝન છે. આવાંમાં તેને ફી ના મળવાથી તે રોજિંદી લાઇફનો સામાન પણ નથી ખરીદી શકતી. સરિતા જોશીને ગયા વર્ષે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂકી છે.
સરિતા જોશીએ કહ્યું કે હું એક વરિષ્ઠ નાગરિક છુ, અને એકલી રહુ છું, હું ત્યારથી કામ કરી રહી છું, જ્યારે હું આઠ વર્ષની હતી. પરંતુ આનો અર્થ એ નથી કે હું મારી મહેનતની કમાણીને આમ જ જવા દઉં. હવે સાત મહિનાથી ઉપર થઇ ગયુ છે, અને સિંટા અને પ્રૉડ્યૂસરના કહ્યા બાદ પણ કોઇ સમાધાન નથી નીકળ્યું. મહામારીના કારણે મે નિર્ણય લીધો હતો કે હું થોડાક મહિના કામ નહીં કરુ, પણ મને રોજિંદી જરૂરિયાતોને પુરી કરવા માટે પૈસાની જરૂર છે.
બા બહુ ઔર બેબી, એક મહલ હો સપનો કા, અને ખિચડી રિટર્ન્સ જેવી પૉપ્યુલર ટીવી સીરિયલોમાં સરિતા જોશી કામ કરી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement