Dipika Kakar Pregnancy Rumors: Dipika Kakar છે પ્રેગ્નનેટ? પતિ શોએબ અને નણંદ સબાએ આપી હિંટ
Dipika Kakar Pregnancy Rumors: ટીવી કપલ દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ ટૂંક સમયમાં માતા-પિતા બનશે તેવી ખબર સામે આવી રહી છે. દીપિકા ગર્ભવતી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Dipika Kakar Pregnancy Rumors: નાના પડદાના સૌથી ફેવરિટ કપલ દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ પોતાની કેમેસ્ટ્રીથી લોકોના દિલ જીતી લે છે. લગ્ન પછી બંને કપલ ગોલ આપવાની એક પણ તક છોડતા નથી. તેથી જ તેઓ લાખો લોકોના દિલ પર રાજ કરે છે. જ્યારથી આ કપલે લગ્ન કર્યા છે ત્યારથી ચાહકો તેમને માતા-પિતા બનતા જોવા માંગતા હતા. જો કે હવે એવું લાગે છે કે આ સમય આવી ગયો છે. પતિ શોએબે અને નણંદે આ વિશે થોડી હિંટ આપી છે જેના પરથી ખ્યાલ આવી જાય છે કે દિપીકા કક્કર પ્રેગ્નેન્ટ છે. જો કે હજુ સુધી કપલે આ વાતની પુષ્ટિ કરી નથી
દીપિકા કક્કડ માતા બનવા જઈ રહી છે?
હા સમાચાર પૂરજોશમાં છે કે દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ પહેલીવાર માતા-પિતા બનવાના છે. લગ્નના 4 વર્ષ બાદ તેમના ઘરે એક નાનો મહેમાન આવવાનો છે. જો કે દંપતીએ અત્યાર સુધી આ અહેવાલો પર મૌન સેવ્યું છે. પરંતુ તેમના પરિવારના સભ્યો દ્વારા શેર કરવામાં આવેલા વ્લોગમાં આપવામાં આવેલા સંકેતો સૂચવે છે કે દીપિકા ગર્ભવતી હોઈ શકે છે.
દીપિકા કક્કરની ફૂડ ક્રેવિંગ્સ!
યુટ્યુબ પર સબાથી લઈને દીપિકા અને શોએબ સુધીના ઘણા એવા વ્લોગ છે. જે દીપિકા ગર્ભવતી હોવાના સંકેતો આપી રહ્યા છે. પછી તે દીપિકાની ખાવાની લાલસા હોય, અવારનવાર ખરાબ તબિયત હોય કે પછી ઢીલા કપડાં પહેરીને તેના બેબી બમ્પને છુપાવવાનો પ્રયાસ હોય. આ બધાને કારણે લોકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને માતા-પિતા બનવાના છે. જો કે દંપતીએ હજી સુધી તેની પુષ્ટિ કરી નથી. બંને પોતાની દરેક ખુશી ચાહકો સાથે શેર કરવાનું પસંદ કરે છે. ત્યારે એવી અપેક્ષા છે કે તેઓ ટૂંક સમયમાં આ સારા સમાચાર પણ શેર કરશે.
દીપિકા કક્કર-શોએબ ઈબ્રાહિમના લગ્ન
દીપિકા અને શોએબ ટીવી શો 'સસુરાલ સિમર કા'માં જોવા મળ્યા હતા અને બંને આ શોના સેટ પર પ્રેમમાં પડ્યા હતા. થોડા સમય સુધી ડેટિંગ કર્યા પછી, કપલે 2018માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા છેલ્લે 'સસુરાલ સિમર કા 2'માં જોવા મળી હતી.