તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 'દયાબેન'ની થઈ શકે છે એન્ટ્રી, દિશા વાકાણીએ મુકી છે આ ત્રણ શરતો
ટેલિવિઝન ઈતિહાસમાં આવી ઘણી સિરિયલો છે જેણે વર્ષોથી ચાહકોનું મનોરંજન કરવાનું કામ કર્યું છે. આવી સિરિયલોની યાદીમાંની એક એટલે કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'.
ટેલિવિઝન ઈતિહાસમાં આવી ઘણી સિરિયલો છે જેણે વર્ષોથી ચાહકોનું મનોરંજન કરવાનું કામ કર્યું છે. આવી સિરિયલોની યાદીમાંની એક એટલે કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'. આ સિરિયલ 2008 થી દર્શકોની પ્રિય રહી છે. આ શોના ઘણા કલાકારો એવા છે જેમણે શો છોડી દીધો છે. હાલમાં જ જ્યારે સિરિયલનું મહત્વ પાત્ર એટલે કે તારક મહેતા (શૈલેષ લોઢા) પણ શો છોડી રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા ત્યારે ઘણા ચાહકોનું દિલ તૂટી ગયું હતું. ત્યારે હવે શોના ખુબ જ લોકપ્રિય બનેલા પાત્ર દયા બેન વિશે સારા સમાચાર આવ્યા છે.
દિશા વાકાણી કમબેક કરશેઃ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે રાહતના સમાચાર છે. મળતા રિપોર્ટ પ્રમાણે શોમાં જેઠાલાલની પત્ની બનેલી દિશા વાકાણી સીરિયલમાં કમબેક કરી શકે છે. 2017માં દિશા મેટરનિટી લીવ પર ગઈ હતી. પાંચ વર્ષ પછી પણ તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કમબેક કર્યું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે દિશા વાકાણી આ શોમાં ફરીથી દેખાશે.
'દયા'ની વાપસીના સમાચાર વાંચીને તમે ખુશ થઈ ગયા હશો પણ દિશા વાકાણીએ શોમાં પરત આવવા માટે કેટલીક શરતો મુકી છે. તો ચાલો હવે એ પણ જાણીએ કે તે શોમાં ફરી કઈ શરતો સાથે આવી રહી છે. દિશાએ વાપસી માટે ત્રણ શરતો રાખી છે. પહેલું એ કે દિશાએ પોતાની ફી પેટે પ્રતિ એપિસોડ 1.5 લાખ રૂપિયા આપવાનું કહ્યું છે. આ પછી દિશાનું કહેવું છે કે તે સેટ પર માત્ર ત્રણ કલાક જ કામ કરશે.
આ બે શરતો સિવાય દિશાએ નિર્માતાઓ પાસેથી વધુ એક મહત્વની માંગણી કરી છે. એટલે કે તેણે સેટ પર પોતાના બાળક માટે નર્સરીની માંગણી કરી છે. જોકે, રિપોર્ટ્સમાં હજુ એ સ્પષ્ટ નથી થયું કે સીરિયલના મેકર્સ દિશાની આ શરતો સાથે સંમત થયા છે કે નહીં. હાલમાં દિશા વાકાણી વિશે આટલી જ માહિતી સામે આવી છે. હવે જોઈએ આગળ શું થાય છે.