શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
'રામાયણ' બાદ હવે દૂરદર્શન પર આજથી શરૂ થઇ રહી છે 'લવ કુશ'ની ઉત્તર રામાયણ, જાણો કેટલા વાગે થશે ટેલિકાસ્ટ
આજથી આ ફક્ત રાત્રે 9 વાગ્યાના સ્લૉટમાં ટેલિકાસ્ટ થશે, જ્યારે સવારે 9 વાગ્યાના સ્લૉટમાં રાતવાળો એપિસૉડ રિપીટ કરવામાં આવશે
નવી દિલ્હીઃ લૉકડાઉનના સૌથી વધુ ટીઆરપી હાલ દૂરદર્શનને મળી રહી છે, દૂરદર્શને પોતાની જુની એટલે કે 90ના દાયકાઓની કેટલીક પૉપ્યૂલર સીરિયલોને ફરીથી ટેલિકાસ્ટ કરી છે, જે દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. હવે આ લિસ્ટમાં વધુ એક સીરિયલ જોડાઇ ગઇ છે.
19 એપ્રિલથી દૂરદર્શન પર રામાયણની જગ્યાએ ઉત્તર રામાયણ ટેલિકાસ્ટ થશે. લૉકડાઉનની વચ્ચે લોકોની માંગ હતી કે રામાયણની સફળતા બાદ દૂરદર્શન પર હવે લવ કુશની એકવાર ફરીથી વાપસી થાય. આને ધ્યાનમાં રાખીને હવે ઉત્તર રામાયણને લાવવામાં આવી છે.
આજથી આ ફક્ત રાત્રે 9 વાગ્યાના સ્લૉટમાં ટેલિકાસ્ટ થશે, જ્યારે સવારે 9 વાગ્યાના સ્લૉટમાં રાતવાળો એપિસૉડ રિપીટ કરવામાં આવશે. આ વાતની જાણકારી પ્રસાર ભારતીના સીઇઓ શશિ શેખરે ટ્વીટર પર આપી હતી. તેમને એ વાતના પણ સંકેત આપ્યા કે આગામી દિવસોમાં 90ના દાયકાની પૉપ્યૂલર સીરિયલ શ્રીકૃષ્ણાને પણ પુનઃપ્રસારિત કરવામાં આવશે.
નોંધનીય છે કે દુરદર્શન પર રામાયણ, મહાભારત, શક્તિમાન, જંગલ બુક મોગલી, હમ પાંચ સહિતની સીરિયલોને ફરીથી પ્રસારિત કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion