શોધખોળ કરો
દૂરદર્શન પર 90ના દાયકાની વધુ એક પૉપ્યૂલર સીરિયલ પાછી આવી રહી છે, વિદ્યા બાલને પણ છે મુખ્ય રૉલમાં....
રિપોર્ટ છે કે, હવે દૂરદર્શન પર વધુ એક જુની સીરિયલ હમ પાંચ ફરીથી કમબેક કરવા જઇ રહી છે. હમ પાંચ શૉ એક સમયનો સૌથી લોકપ્રિય શૉ પણ બન્યો હતો

નવી દિલ્હીઃ લૉકડાઉનના સમયમાં જો કોઇને સૌથી વધુ ફાયદો થયો હોય તો તે છે દૂરદર્શન. દૂરદર્શન પર જુની સીરિયલોના કમબેકથી ટીઆરપીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે, કેમકે હાલ નવી સીરિયલોના શૂટિંગ બંધ છે, ત્યારે દૂરદર્શન પોતાની વર્ષો જુની સીરિયલો અને શૉને રિપીટ કરીને રેકોર્ડ નોંધાવી દીધો છે. રિપોર્ટ છે કે, હવે દૂરદર્શન પર વધુ એક જુની સીરિયલ હમ પાંચ ફરીથી કમબેક કરવા જઇ રહી છે. હમ પાંચ શૉ એક સમયનો સૌથી લોકપ્રિય શૉ પણ બન્યો હતો.
90ના દાયકાની હમ પાંચ સીરિયલ દૂરદર્શન પર બહુ જલ્દી પાછી આવી રહી છે, તેના સ્ટાર કાસ્ટ પણ જબરદસ્ત હતા, સીરિયલમાં અશોક સરાફથી લઇને વિદ્યા બાલને મહત્વની ભૂમિકા નિભાવી હતી. અશોક સરાફ ઘરના વડીલ હતા, જ્યારે વિદ્યા બાલન તેમની બીજી દીકરીના રોલમાં હતી.
લૉકડાઉનમાં દૂરદર્શને પોતાની જુની સીરિલયોમાં સૌથી પહેલા રામાયણ, મહાભારત, શક્તિમાન, વાહ ભાઇ વાહ અને જંગલ બુક મોગલીને રિપીટ કરીને ટીઆરપીમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે.
90ના દાયકાની હમ પાંચ સીરિયલ દૂરદર્શન પર બહુ જલ્દી પાછી આવી રહી છે, તેના સ્ટાર કાસ્ટ પણ જબરદસ્ત હતા, સીરિયલમાં અશોક સરાફથી લઇને વિદ્યા બાલને મહત્વની ભૂમિકા નિભાવી હતી. અશોક સરાફ ઘરના વડીલ હતા, જ્યારે વિદ્યા બાલન તેમની બીજી દીકરીના રોલમાં હતી.
લૉકડાઉનમાં દૂરદર્શને પોતાની જુની સીરિલયોમાં સૌથી પહેલા રામાયણ, મહાભારત, શક્તિમાન, વાહ ભાઇ વાહ અને જંગલ બુક મોગલીને રિપીટ કરીને ટીઆરપીમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે. વધુ વાંચો