આ નવા નિયમો સાથે આજથી શરુ થઈ રહ્યો છે 'કૌન બનેગા કરોડપતિ' શો, જાણો કોને થશે વધુ ફાયદો
નાના પડદાનો સુપરહીટ રિયાલીટી શો કૌન બનેગા કરોડપતિ 14મી સિઝન સાથે આજથી શરુ થઈ રહ્યો છે. આ સિઝનમાં પણ શોને બોલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે.
Kaun Banega Crorepati 14 Premiere 7 August 2022: નાના પડદાનો સુપરહીટ રિયાલીટી શો કૌન બનેગા કરોડપતિ 14મી સિઝન સાથે આજથી શરુ થઈ રહ્યો છે. આ સિઝનમાં પણ શોને બોલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે. ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલનારા આ ક્વિઝ શોની આજથી શરુઆત થઈ રહી છે. લાંબા સમય બાદ દર્શકો આજથી ટીવી પર તેમના ફેવરીટ હોસ્ટ અમિતાભ બચ્ચનને જોઈ શકશે.
કૌન બનેગા કરોડપતિની આ સિઝનથી નવા નિયમો અને કેટલાક ખાસ બદલાવ કરવામાં આવ્યા છે તેથી શોમાં ડબલ-ધમાલ થવાનો છે. શોના પહેલા એપિસોડમાં હોટ સીટ પર કંટેસ્ટેંટ્સ સિવાય આમિર ખાન બેઠેલો જોવા મળશે. સોની ટીવીએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, કૌન બનેગા કરોડપતિની નવી સિઝન રવિવારે 7 ઓગષ્ટથી રાત્રે 9 વાગ્યે શરુ થશે. સોની ટીવી 75મો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. એટલે કેબીસીનો ગ્રાન્ડ પ્રીમીયર થવાનો છે જેમાં મોટી હસ્તિઓ પણ શામેલ હશે.
આ સિઝનમાં થયા છે આ બદલાવઃ
(1) હવે જેકપોટ પ્રશ્ન 7 કરોડના બદલે 7.5 કરોડનો હશે. જેથી જે વ્યક્તિ આ છેલ્લા પ્રશ્નનો જવાબ સાચો આપશે તેમને 50 લાખનો વધારાનો ફાયદો થશે.
(2) કેબીસી 14માં બીજો બદલાવ એ છે કે, હવે છેલ્લા પડાવમાં ખોટો જવાબ આપવા છતાં કંટેસ્ટેંટને મોટી રકમ મળશે. પહેલાં 1 કરોડ કે 7 કરોડનો પ્રશ્ન ખોટો પડતાં કંટેસ્ટેંટને 3.20 લાખ રુપિયા જ મળતા હતા. પરંતુ હવે જો કોઈ કંટેસ્ટેંટ 1 કરોડના પ્રશ્નનો જવાબ સાચો આપ્યા બાદ જો સાડા સાત કરોડનો પ્રશ્ન રમે છે અને જવાબ ખોટો આપે છે તો આ કિસ્સામાં કંટેસ્ટેંટને 75 લાખ રુપિયા મળશે.
(3) આ સાથે કેબીસીમાં હવે 75 લાખનો એક પ્રશ્ન પણ શામેલ કરવામાં આવશે. આ બધા નવા નિયમોથી આ વખતે શો વધારે રોમાંચક અને મજેદાર થવાનો છે. સાથે જ મેકર્સે કંટેસ્ટેંટ્સને વધારે લાભ થાય તેવું આયોજન પણ કર્યું છે.
View this post on Instagram