નોરા ફતેહીને કેમ સ્ટ્રેચરમાં સૂવડાવીને સેટ પર લાવવી પડી ? કારણ જાણીને ચોંકી જશો
નોરા ફતેહી જાણીતા સિંગર ગુરુ રંધાવા સાથે 'ડાન્સ મેરી રાની'માં જોવા મળી. આ ગીતમાં નોરા ફતેહી જલપરીના નવા લૂકમાં જોવા મળી છે, તસવીરો પણ ખુબ વાયરલ થઇ રહી છે.
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી ફરી એકવાર પોતાના લૂકને લઇને ચર્ચામાં આવી છે. આ વખતે એક્ટ્રેસનો નવો લૂક ફેન્સનો ખુબ પસંદ આવી રહ્યો છે, કેમ કે આ વખતે તે જલપરી બની છે. તાજેતરમાં જ નોરા ફતેહી પોતાના લેટેસ્ટ સોંગ 'નાચ મેરી રાની'ને કારણે ખુબ ચર્ચામાં છે. નોરા ફતેહી જાણીતા સિંગર ગુરુ રંધાવા સાથે 'ડાન્સ મેરી રાની'માં જોવા મળી. આ ગીતમાં નોરા ફતેહી જલપરીના નવા લૂકમાં જોવા મળી છે, તસવીરો પણ ખુબ વાયરલ થઇ રહી છે.
આ બધાની વચ્ચે ખાસ વાત એ સામે આવી છે કે, નોરા માટે આ ગીતમાં જલપરી બનવું ઘણુ જ મુશ્કેલ હતું. સિંગર ગુરુ રંધાવાએ હાલમાં જ આ ગીતના શૂટિંગનો વીડિયો શૅર કર્યો હતો. નોરા ફતેહી સ્ટ્રેચરમાં સૂતાં સૂતા સેટ પર આવી હતી.'ડાન્સ મેરી રાની'માં નોરા ફતેહીએ જલપરી દેખાવવા માટે એ જ રીતના કપડાં પહેર્યાં હોય છે. આ ડ્રેસ એટલો ટાઇટ હોય છે કે નોરા સહેજ પણ હલનચલન કરી શકતી નથી. આથી જ ટીમ તેને સેટ સુધી સ્ટ્રેચરમાં લઈને આવી હતી. આ કપડાંનું વજન અંદાજે 15 કિલો છે. નોરા ફતેહીએ જલપરીના જે કપડાં પહેર્યા છે, તેને બનાવવામાં ત્રણ મહિના જેટલો સમય થયો હતો. આટલાં વજનદાર તથા ટાઇટ કપડાંને કારણે નોરા સહેજ પણ ચાલી શકતી નહોતી. સેટ પર તેને સ્ટ્રેચરની મદદથી એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતી હતી.
View this post on Instagram
---
આ પણ વાંચો...........
Gram Panchayat : રાજ્યમાં કુલ કેટલી બેઠકો થઇ બિનહરીફ જાહેર થઇ, જાણો વિગતે
Gram Panchayat : ગુજરાતની 191 ગ્રામ પંચાયતમાં મતદાન શરૂ, પ્રથમ બે કલાકમાં 9 ટકા મતદાન
Omicron Variant: ભારતમાં ક્યારે આવેશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો કોણે આપી ચેતવણી
પેપરલીકકાંડના આરોપીઓના કોર્ટે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો મહત્વના સમાચાર
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?
ગુજરાત પાસેના હિલ સ્ટેશનનો નજારો જોઇને થઈ જશો ખુશ, આ રહી તસવીરો
વોટ્સએપે 2021માં લોન્ચ કર્યા આ ખાસ ફીચર્સ, સિક્યોરિટી અને એક્સપીરિયન્સની દ્રષ્ટિએ છે શાનદાર