Gram Panchayat : ગુજરાતની 8,684 ગ્રામ પંચાયતમાં મતદાન શરૂ, પ્રથમ બે કલાકમાં 9 ટકા મતદાન
રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ પદ માટે કુલ 27 હજાર 200 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.
અમદાવાદઃ રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે. સવારથી મતદાન શરૂ થઇ ગયુ છે, રાજ્યમાં 8,684 ગ્રામ પંચાયતો મતદાન શરૂ થઇ ગયુ છે અને પ્રથમ બે કલાકમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પ્રથમ બે કલાકમાં રાજ્યમાં સરેરાશ 9 ટકા મતદાન થઇ થયુ છે.
રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ પદ માટે કુલ 27 હજાર 200 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. 53 હજાર 507 સભ્યો ચૂંટવા માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
કેટલા સંવેદનશીલ મથકો
રાજ્ય ચૂંટણીપંચે રાજ્યમાં 3074 અંતિસંવેદનશીલ મતદાન મથકો અને 6656 સંવેશનશીલ મતદાન મથકો જાહેર કર્યા છે.
કુલ કેટલી બિનહરીફ જાહેર થઈ
ગુજરાતમાં કુલ 10,812 ગ્રામ પંચાયતોમાં 10,221 સરપંચ અને 89049 સભ્ય માટે ચૂંટણીઓ યોજાઇ રહી છે. જોકે, 1165 પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરાઇ છે. આ ઉપરાંત 1165 સરપંચ અને 9613 સભ્યોને બિનહરીફ થયા છે. 473 સરપંચ અને 27479 સભ્યોને ય અંશત બિનહરીફ જાહેર કરી દેવાયા છે
આ પણ વાંચો...........
Gram Panchayat : રાજ્યમાં કુલ કેટલી બેઠકો થઇ બિનહરીફ જાહેર થઇ, જાણો વિગતે
Gram Panchayat : ગુજરાતની 191 ગ્રામ પંચાયતમાં મતદાન શરૂ, પ્રથમ બે કલાકમાં 9 ટકા મતદાન
Omicron Variant: ભારતમાં ક્યારે આવેશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો કોણે આપી ચેતવણી
પેપરલીકકાંડના આરોપીઓના કોર્ટે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો મહત્વના સમાચાર
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?
ગુજરાત પાસેના હિલ સ્ટેશનનો નજારો જોઇને થઈ જશો ખુશ, આ રહી તસવીરો
વોટ્સએપે 2021માં લોન્ચ કર્યા આ ખાસ ફીચર્સ, સિક્યોરિટી અને એક્સપીરિયન્સની દ્રષ્ટિએ છે શાનદાર