![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'તારક મહેતા કા....' શૉમાં ફરીથી દેખાશે બબિતાજી, વાપસીને લઇને શૉમાં શું ગોઠવણ કરાઇ હોવાની વાત આવી સામે, જાણો વિગતે
બબિતા જીની ભૂમિકા છેલ્લા 13 વર્ષોથી મુનમુન દત્તા (Munmun Dutta) નિભાવી રહી છે, જેની સારુ એવુ ફેન ફોલોઇંગ પણ છે.
!['તારક મહેતા કા....' શૉમાં ફરીથી દેખાશે બબિતાજી, વાપસીને લઇને શૉમાં શું ગોઠવણ કરાઇ હોવાની વાત આવી સામે, જાણો વિગતે Plan opened: iyer aka tanuj mahashabde talk about the babita ji re entry in taarak mehta show 'તારક મહેતા કા....' શૉમાં ફરીથી દેખાશે બબિતાજી, વાપસીને લઇને શૉમાં શું ગોઠવણ કરાઇ હોવાની વાત આવી સામે, જાણો વિગતે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/17/c8d36284caf1f412177af5b0867c18d3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tanuj Mahashabde on Munmun Dutta: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah )માં જેઠાલાલ (Jethalal) ઉપરાંત કેટલાક પાત્રો છે જે ખુબ પૉપ્યૂલર છે. તેમાની એક છે બબિતાજી (Babiita Ji) જે શૉની અંદર અને શૉની બહાર દરેક જગ્યાએ છવાઇ ગઇ છે. બબિતા જીની ભૂમિકા છેલ્લા 13 વર્ષોથી મુનમુન દત્તા (Munmun Dutta) નિભાવી રહી છે, જેની સારુ એવુ ફેન ફોલોઇંગ પણ છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી બબિતાજી તારક મહેતા શૉમાં નથી દેખાઇ રહી. થોડાક દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે મુનમુન દત્તાએ શૉ છોડી દીધો છે. જોકે, બાદમાં મેકર્સે પણ વાતને માત્ર અફવા ગણાવી હતી. વળી, હવે બબિતાજીની વાપસીને લઇને અય્યર એટલે કે તનુજ મહાશબ્દે (Tanuj Mahashabde)એ પોતાનુ મૌન તોડ્યુ છે.
બબિતાની વાપસી પર શું બોલ્યા અય્યર ?
બબિતાજી અને અય્યર શૉમાં પતિ પત્ની છે. આ પાત્રોને શૉમાં મુનમુન દત્તા અને તનુજ મહાશબ્દે નિભાવી રહ્યાં છે. શૉમાં ઘણા સમયથી અય્યર તો દેખાઇ રહ્યો છે, પરંતુ મુનમુન દત્તા નથી દેખાઇ રહરી. વળી, તાજેરતમાં જે એક ઇન્ટરવ્યૂમાં તનુજ સાથે બબિતાજીની એન્ટ્રી વિશે સવાલ કરવામાં આવ્યો તો તેને સ્પષ્ટ કરી દીધુ કે મુનમુન દત્તાની સાથે તે જલદી જ શૂટિંગ કરવા જઇ રહ્યો છે, અને જલદી જ તે શૉમાં દેખાશે. વળી, શૉ છોડવાની અફવા ક્યાંથી ફેલાઇ તેના પર તનુજ મહાશબ્દે નારાજગી દર્શાવી.
છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોમાં રહી છે બબિતા-
થોડાક કેટલાક મહિનાઓ પહેલા આપત્તિજનક ટિપ્પણીના કારણે બબિતાજી વિવાદોમાં રહી હતી. જેના પર ખુબ જ હોબાળો સોશ્યલ મીડિયા પર મચી ગયો હતો. એટલે સુધી કે મુનમુન દત્તાની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઇ ગઇ હતી. આ પછી એવા સમાચારો આવવા લાગ્યા કે મુનમુન દત્તાએ શૉ છોડી દીધો છે. પછી મેકર્સે સામે આવીને ખુદ આ વાત પર સ્પષ્ટ કરી હતી કે બબિતા જી જલદી જ શૉ જૉઇન કરવાની છે, હવે તેના કૉસ્ટાર તનુજ મહાશબ્દે પણ આ સમાચાર પર પોતાની મહોર મારી દીધી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)