શોધખોળ કરો
ટ્વીટર પર મીમ શેર કરવુ આ એક્ટ્રેસને પડ્યુ ભારે, બીજેપી નેતાએ નોંધાવી દીધી ફરિયાદ, જાણો શું છે મામલો
રૉયે આરોપ લગાવ્યો છે કે આ મીમથી હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચી છે. સાયોની ઘોષે દાવો કર્યો છે કે મીમ ફેબ્રુઆરી 2015નુ છે, અને તેને આ શેર નથી કર્યુ. પરંતુ આ કોઇ બીજાએ હરકત કરી છે, ત્યારે તેને તેનુ એકાઉન્ટ હેક કર્યુ હતુ
નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અને મેઘાલયના પૂર્વ રાજ્યપાલ તથાગત રૉયે ટ્વીટર પર એક મીમ્સ શેર કરવાને લઇને બંગાળી અભિનેત્રી સાયોની ઘોષ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રૉયે આરોપ લગાવ્યો છે કે આ મીમથી હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચી છે. સાયોની ઘોષે દાવો કર્યો છે કે મીમ ફેબ્રુઆરી 2015નુ છે, અને તેને આ શેર નથી કર્યુ. પરંતુ આ કોઇ બીજાએ હરકત કરી છે, ત્યારે તેને તેનુ એકાઉન્ટ હેક કર્યુ હતુ.
રૉયે કહ્યું તમે ભારતીય દંડ સંહિતાની કલમ 295એ અંતર્ગત અપરાધ કર્યો છે. હવે પરિણામ ભોગવવા તૈયાર રહો. ઘોષે ટ્વીટર પર કહ્યું આ પૉસ્ટ ફેબ્રુઆરી 2015ની છે, જેને સંજ્ઞાનમાં લાવવામાં આવી છે, જે એકદમ અપ્રિય છે.
તેને કહ્યું તે 2010માં ટ્વીટર પર આવી હતી, અને થોડાક સમય બાદ તેને ટ્વીટરનો ઉપયોગ બંધ કરી દીધો હતો, અને બાદમાં તેને ખબર પડી કે તેનુ એકાઉન્ટ હેક થઇ ગયુ છે.
તેને કહ્યું કે તે 2017 બાદ પોતાના એકાઉન્ટ ફરીથી મેળવી શકી. અભિનેત્રીએ કહ્યું મોટા ભાગની પૉસ્ટ ડિલીટ કરી દીધી હતી, પરંતુ કેટલીક બિનજરૂરી પૉસ્ટ અમારાથી રહી ગઇ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement