Actress Clash : સિંગર સોના મહાપાત્રાએ આ અભિનેત્રી પર કરી અભદ્ર ટિપ્પણી
સોના મહાપાત્રા એ સેલેબ્સમાંની એક છે જે હંમેશા પોતાનો અભિપ્રાય રજુ કરે છે.
Singer Sona Mohapatra Tweets : બોલિવૂડ સિંગર સોના મહાપાત્રા ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોના મહાપાત્રાએ શહનાઝ ગિલ વિરુદ્ધ ટ્વિટ કર્યું છે. આ ટ્વીટ માટે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. સોના મહાપાત્રાએ શહનાઝ ગિલ પર અભદ્ર ટિપ્પણી કરી વિવાદ સર્જ્યો છે.
સોના મહાપાત્રા શહનાઝ ગિલ પર થઈ લાલઘુમ
સોના મહાપાત્રા એ સેલેબ્સમાંની એક છે જે હંમેશા પોતાનો અભિપ્રાય રજુ કરે છે. આ વખતે તેણે સોશિયલ મીડિયા પર શહનાઝ ગિલ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં જ શહનાઝ ગિલ એક ઈવેન્ટમાં પહોંચી હતી જ્યાં તેને ગાવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન શહનાઝે અઝાનનો અવાજ સાંભળ્યો અને તેને થોડા સમમ માટે ગાવાનું અટકાવી દીધું હતું. કોઈ ધર્મનું આ રીતે સમ્માન કરવા બદલ લોકોએ શહેનાઝની ભારોભાર પ્રશંસા કરી હતી.
ત્યાર બાદ સોના મહાપાત્રાને એ દિવસ યાદ આવી ગયો જ્યારે શહનાઝ ગીલે બિગ બોસ 16માં પહોંચેલા સાજિદ ખાનને સપોર્ટ કર્યો હતો. સોના મહાપાત્રા લખે છે કે, એક યૌન શોષનના અપરાધીને નેશનલ ટીવી પર દર્શાવવામાં આવ્યો. કશ તે પોતાની બહેનોની થોડી ઘણી પણ ઈજ્જત કરત. સોના મહાપાત્રાના આ ટ્વિટ બાદ તે ઈન્ટરનેટ પર ટ્રોલ થવા લાગી હતી.
યુઝર્સનું કહેવું છે કે, સાજિદ ખાનને સપોર્ટ કરવા બદલ માત્ર શહનાઝને જ કેમ નિશાન બનાવી રહી છે? જ્યારે ઘણા લોકોએ તેને સોના મહાપાત્રાની ઈર્ષ્યા ગણાવી હતી.
પોતાને ચારે બાજુથી ઘેરાયેલી જોઈને સોના મહાપાત્રાએ ફરી ટ્વિટ કર્યું હતું. યુઝર્સને જવાબ આપતા સિંગરે લખ્યું હતું કે, પ્રિય ટ્રોલર્સ, જેકલીન જેવી અન્ય એક અભિનેત્રીની પડખે ઉભા રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. મને નથી ખબર કે શહેનાઝની ખાસ પ્રતિભા શું છે? હાલ તો તે એક ટીવી રિયાલિટી શો સિવાય બીજું કંઈ નથી. હું એવી મહિલાઓને ઓળખું છું જે શોર્ટકટ દ્વારા સારા પૈસા કમાય છે.
સોના મહાપાત્રાના બીજા ટ્વીટ પર ચાહકોએ તેને બરાબરની ઘેરી હતી. ચાહકો કહી રહ્યાં છે કે, તે શહનાઝના નામે લોકપ્રિયતા મેળવવા બંધ કરે. જ્યારે સોના મહાપાત્રાના ટ્વીટ પર શહનાઝ ગિલની હજી સુધી કોઈ જ પ્રતિક્રિયા સામે આવી નથી. જોવાનું એ રહેશે કે શહનાઝ સિંગર સોના મહાપાત્રાની વાતનો જવાબ કેવો અને કેવી રીતે આપે છે.