'તારક મહેતા' શૉ માટે મળી ગયા નવા 'નટૂકાકા', ઇન્ટરનેટ પર વાયરલ થઇ આ વ્યક્તિની તસવીર, જુઓ...........
નટુકાકા (Nattu Kaka) હવે આ દુનિયામાં નથી રહ્યાં. લાંબા સમય સુધી કેન્સર સામે ઝઝૂમ્યા બાદ નટુકાકા (Nattu Kaka)એ દુનિયાને અલવિદા કહી દીધુ
નવી દિલ્હીઃ ટીવીની સૌથી પૉપ્યૂલર સીરિયલમાંની એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમમાંથી એક પછી એક જુના સાથીઓ વિદાય લઇ રહ્યાં છે, અગાઉ કેટલાક જુના કેરેક્ટર શૉ છોડીને ચાલ્યા ગયા છે, તો હવે નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકની ખોટી ટીમને વર્તાઇ રહી છે. નટુકાકાનુ નિધન થઇ ગયુ છે, ત્યારે તેની જગ્યા શૉમાં કોણ લેશે તે પ્રશ્નનો જવાબ હવે સોશ્યલ મીડિયા યૂઝર્સ પોતાના અંદાજમાં આપી રહ્યાં છે. આજકાલ એક તસવીર વાયરલ થઇ રહી છે, જેને નટુકાકા બતાવવામાં આવી રહ્યાં છે, જુઓ તસવીર.......
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાની ભૂમિકા માટે એક ફેન ક્લબ એ દાવો કરી રહ્યું છે કે, આ શૉ માટે નવા નટુકાકા મળી ગયા છે. ઇન્સ્ટાગ્રામ પર તેની એક તસવીર પણ ખુબ વાયરલ થઇ રહી છે. તસવીરમાં જોઇએ તો, નવા વ્યક્તિ ઇલેક્ટ્રૉનિક્સની દુકાનમાં તે ખુરશીમાં બેસેલો દેખાઇ રહ્યો છે, જ્યાં ઘનશ્યામ નાયક એટલે કે નટુકાકા બેસતા હતા. આ ફેન ક્લબ આ શખ્સને આગામી નટુકાકા બતાવી રહ્યાં છે. આ તસવીરો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહી છે, હવે જોવાનુ એ છે કે આમાં કેટલુ સત્ય છે.
View this post on Instagram
Nattu Kaka : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)નુ પૉપ્યુલર કેરેક્ટર નટુકાકા (Nattu Kaka) હવે આ દુનિયામાં નથી રહ્યાં. લાંબા સમય સુધી કેન્સર સામે ઝઝૂમ્યા બાદ નટુકાકા (Nattu Kaka)એ દુનિયાને અલવિદા કહી દીધુ છે. ઘનશ્યામ નાયક મૂળ ગુજરાતી કલાકાર હતા, સૌથી પહેલા તેમને ગુજરાતી રંગમંચ પર કામ કર્યુ, ભવાઇનુ સુપર સ્પેશ્યાલિસ્ટ કલાકાર પણ ગણાતા હતા.
ઘનશ્યામ નાયક 100 હિન્દી અને ગુજરાતી ફિલ્મમાં કામ કરી ચૂકયાં છે. ઉપરાંત તેઓ 300 ટીવી સિરિયલમાં પણ કામ કરી ચૂક્યાં છે. ઉપરાંત ઘનશ્યામ નાયક તિરંગા, લાડલા. ક્રાંતિવીર,આંદોલન, બરસાત, માફીયા, ચાહત,ઇશ્ક, ચાઇના ગેટ,તેરેના નામ અને ખાક સહિત અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે. ટીવી ધારાવાહિકમાં તેઓ ખીચડી,સપનો કા મહલ, દિલ મિલ ગયે, સારથી, સારાભાઇ વર્સેજ સારાભાઇનો હિસ્સો પણ રહી ચૂક્યા હતા.
નટુ કાકા ગુજરાતી રંગભૂમિમાં તેમના કામ માટે પણ જાણીતા હતા. આ વર્ષની શરૂઆતમાં, તેમની કિમોથેરાપી દરમિયાન, નાયકે "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના એક ખાસ એપિસોડ માટે શૂટ કર્યું હતું. તેમના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ બાળકો છે. ઉલ્લેખનીય છે કે ઘનશ્યામ નાયકે એક ઇન્ટરવ્યૂમાં પોતાની છેલ્લી ઇચ્છા બતાવતા કહ્યું હતુ કે, જો તે મરી જાય છે, તો તે મેકઅપ લગાવી મરવા માંગે છે.