![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ સાંભળીને Tejasswi Prakashના ફેન્સને લાગશે ઝટકો, જલદી બંધ થશે Naagin 6
ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ આ દિવસોમાં ટીવી પર નાગીન સીઝન 6 માં જોવા મળે છે
![આ સાંભળીને Tejasswi Prakashના ફેન્સને લાગશે ઝટકો, જલદી બંધ થશે Naagin 6 tejasswi prakash show naagin 6 is going off air soon આ સાંભળીને Tejasswi Prakashના ફેન્સને લાગશે ઝટકો, જલદી બંધ થશે Naagin 6](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/01/897664a9b2df2d79e85d45cb62b694961669910062439609_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Naagin 6: ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ આ દિવસોમાં ટીવી પર નાગીન સીઝન 6 માં જોવા મળે છે. નાગિન એ ટેલિવિઝનનો સૌથી ફેવરિટ શો છે. સીરીયલ ઘણીવાર રેટિંગ ચાર્ટમાં ટોચ પર રહે છે. સ્ટોરી એકદમ મનોરંજક છે અને તે દર્શકોને ટેલિવિઝન સ્ક્રીન પર જકડી રાખે છે.
બિગ બોસ 15ના સ્પર્ધકો તેજસ્વી પ્રકાશ, સિમ્બા નાગપાલ, ઉર્વશી ધોળકિયા અને મહક ચહલ આ શોમાં મુખ્ય ભૂમિકામાં છે. શરૂઆતના દિવસોમાં આ શોએ ટીઆરપી રેટિંગમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને તે ટોપ 10 શોમાંનો એક હતો, પરંતુ હવેથી શો સારો દેખાવ કરી રહ્યો નથી અને ટીઆરપી રેટિંગની વાત કરીએ તો તે નીચે આવી ગયો છે.
આ શોએ તેજસ્વી પ્રકાશને ઘરે-ઘરે લોકપ્રિયતા અપાવી છે. આજે તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. જો કે આ શો ઓફ-એર થવાની ચર્ચાએ જોર પકડ્યું છે પરંતુ હવે જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શોનો ગ્રાન્ડ ફિનાલે એપિસોડ ફેબ્રુઆરીના મધ્યમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે.
આ શો ફેબ્રુઆરીમાં ઓફ એર થઈ જશે
રિપોર્ટ અનુસાર, શો ફેબ્રુઆરીમાં બંધ થઇ જશે. તેજસ્વીના ચાહકો આ સમાચારથી નિરાશ થશે કારણ કે તેઓ ટેલિવિઝન પર તેમના મનપસંદ સ્ટાર્સને જોઈ શકશે નહીં.એવા અહેવાલો છે કે શો નાગિન 7 ના નિર્માતાઓ મોટા ભાગના બિગ બોસ 16 સ્પર્ધકોને કાસ્ટ કરવા માંગે છે. કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ અર્ચના ગૌતમને શોમાં લેવાનું વિચારી રહ્યા છે.
Rohit Shetty Injured : 'ઈન્ડિયન પોલીસ ફોર્સ'ના શૂટિંગ દરમિયાન રોહિત શેટ્ટી થયો ઘાયલ, થઈ સર્જરી
Rohit Shetty Gets Injured : નિર્દેશક રોહિત શેટ્ટી તેની આગામી વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેની આંગળીઓમાં ઈજા થઈ છે. રોહિત શેટ્ટીને હૈદરાબાદની કામીનેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની નાની સર્જરી કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી
રોહિત શેટ્ટીના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારતીય પોલીસ ફોર્સની વેબ સીરિઝના એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે ગઈકાલે રાત્રે રોહિત શેટ્ટીની આંગળીઓમાં ઈજા થઈ હતી. ઈજાને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આ ઘટના બાદ તરત જ રોહિત શેટ્ટીએ ફરીથી શૂટિંગ શરૂ કરી દીધું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રામોજી રાવ સ્ટુડિયોમાં ઈન્ડિયન પોલીસ ફોર્સની વેબ સિરીઝનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. આંગળીમાં ઈજાના કારણે ડોક્ટરોએ સર્જરી કરવી પડી હતી. જાહેર છે કે ' ઈન્ડિયન પોલીસ ફોર્સ' રોહિત શેટ્ટીની મોસ્ટ અવેટેડ શ્રેણીમાંની એક છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)