Tunisha Sharma Case: તુનિષા મોત મામલે સનસની ખુલાસો, શીજાનનું અન્ય એક TV અભિનેત્રી સાથે અફેર!!!
અભિનેત્રીના મામાએ પણ તુનિષાના વર્તન અંગે નિવેદન આપ્યું છે. તુનિષાના વર્તન અંગે અભિનેત્રી મામાએ કહ્યું હતું કે, તુનિષામાં ઘણા બદલાવ આવ્યા હતાં
Tunisha Sharma Suicide Case: TV અભિનેત્રી તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં રોજેરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. પોલીસ આરોપી શીજાન ખાન અંગે સતત તપાસ ચલાવી રહી છે અને પૂછપરછ કરી રહી છે. આ મામલે તુનિષા શર્માના મામા પવન શર્માએ સનસની ખુલાસો કર્યો છે. સાથે જ પોલીસને શીજાનની વોટ્સઅપ ચેટ પણ હાથ લાગી છે જેમાં તેનું અન્ય એક ટીવી અભિનેત્રી સાથે અફેર ચાલી રહ્યું હોવાનો ઘટસ્ફૉટ થયો છે.
અભિનેત્રીના મામાએ પણ તુનિષાના વર્તન અંગે નિવેદન આપ્યું છે. તુનિષાના વર્તન અંગે અભિનેત્રી મામાએ કહ્યું હતું કે, તુનિષામાં ઘણા બદલાવ આવ્યા હતાં. તુનિષાએ હિજાબ પહેરવાનું પણ શરૂ કરી દીધું હતું. સાથે જ તેમણે પોલીસની કાર્યવાહી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, પોલીસે દરેક એંગલથી તપાસ કરવી જોઈએ. તેમના કહેવા પ્રમાણે પોલીસે કહ્યું હતું કે, તે દરેક એંગલથી તપાસ કરી રહી છે. તેઓએ આરોપીના 2 દિવસના રિમાન્ડ લીધા છે, ત્યારબાદ જ બાબતો સામે આવશે.
ઉલ્લેખનીય કે અભિનેત્રી તુનિષા કેસમાં શીજાન મોહમ્મદ ખાનના રિમાન્ડ 30 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યા છે. તુનિષાની આત્મહત્યા બાદ શીજાનની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ તેની સતત પૂછપરછ કરી રહી છે. આ સ્થિતિમાં શીજાનને આગામી કેટલાક દિવસો સુધી પોલીસના પ્રશ્નોનો સામનો કરવો પડી શકે છે.
કોણ છે શીઝાનની સિક્રેટ ગર્લફ્રેન્ડ?
રિપોર્ટ્સ અનુસાર, શીજાને તેની સિક્રેટ ગર્લફ્રેન્ડની ચેટ્સ ડિલીટ કરી દીધી હતી. એવા પણ અહેવાલ છે કે, શીજાનની સિક્રેટ ગર્લફ્રેન્ડ ટીવી સિરિયલની અભિનેત્રી છે અને તે મુંબઈની છે. પોલીસને 250 પેજની વોટ્સએપ ચેટ મળી છે, પરંતુ તેનો અભ્યાસ અને વિશ્લેષણ કરવાનું હજી બાકી છે. જૂન મહિનાથી અત્યાર સુધીની ચેટ્સ રિકવર થઈ ગઈ છે.
અભિનેત્રી શૂટિંગ દરમિયાન ફાંસી લગાવેલી
ઉલ્લેખનીય છે કે, તુનિષા શર્માના મૃત્યુથી દરેકની આંખો ભીની થઈ ગઈ છે. 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ'માં પોતાના અભિનયથી લોકોનું દિલ જીતનારી તુનિષાએ 24 ડિસેમ્બરે 20 વર્ષની ઉંમરે શોના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તુનિષાની માતાએ શીજાન પર તેની પુત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. હાલ પોલીસ શીજાનની સતત પૂછપરછ કરી રહી છે અને નવા ખુલાસા પણ કરી રહી છે.