લવે મેકિંગ સીનના બહાને એજન્ટે મને રૂમમાં લઇ જઇને ગંદા અડપલાં કર્યા ને પછી હું....... કાસ્ટિંગ કાઉચ પર હૉટ એક્ટ્રેસનો ધડાકો
ફેમસ કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં દીપ્તિ જાસૂસની ભૂમિકા નિભાવીને જાણીતી થયેલી એક્ટ્રેસ આરાધના શર્માએ પોતાની જિંદગી સાથે જોડાયેલો એક ખાસ કિસ્સો સંભળાવ્યો છે,
નવી દિલ્હીઃ ફિલ્મ અને ટીવી સીરિયલોમાં નવા નવા રૉલ કરવાના નામે યુવા અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચનો ભોગ બનતી જઇ રહી છે મીટૂ અભિયાન અંતર્ગત અગાઉ કેટલીય અભિનેત્રીઓ પોતાની કહાની સંભળાવી ચૂકી છે, વળી કેટલીકે તો ડિરેક્ટરથી લઇને ફિલ્મ મેકર અને એક્ટરો પર આરોપો પણ લગાવ્યા છે. હવે આ લિસ્ટમાં વધુ એક એક્ટ્રેસનુ નામ જોડાઇ ગયુ છે. તારક મહેતામાં ફેમ આરાધના શર્માએ ચોંકાવનારો ધડાકો કર્યો છે.
સબ ટીવી પર આવનારા સૌથી ફેમસ કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં દીપ્તિ જાસૂસની ભૂમિકા નિભાવીને જાણીતી થયેલી એક્ટ્રેસ આરાધના શર્માએ પોતાની જિંદગી સાથે જોડાયેલો એક ખાસ કિસ્સો સંભળાવ્યો છે, તેને એક ખરાબ અનુભવ શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આરાધના શર્મા 'સ્પ્લિપ્ટવિલા 12'ની કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે, પરંતુ તેને ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલથી મળી. આરાધના શર્માએ પોતાની સાથે થયેલા ખરાબ અનુભવને શેર કર્યો છે.
કાસ્ટિંગ કાઉચ એજન્ટે કર્યા ગંદા અડપલાં-
એક ઇન્ટરવ્યૂ દરમિયાન આરાધના શર્માએ સ્ટ્રગલના સમયની મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો છે. તેને આ દરમિયાન પોતાની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચની એક ઘટના વર્ણવી. તેને બતાવ્યુ કે એક કાસ્ટિંગ એજન્ટે તેની સાથે ગંદા અડપલાં કર્યા, આ ઘટનાથી ડરી ગયેલી એક્ટ્રેસને કોઇના પર પણ વિશ્વાસ રહ્યો ન હતો. એટલે સુધી કે તે પોતાના પિતા સાથે પણ અનકમ્ફોર્ટેબલ ફિલ કરવા લાગી હતી.
તેને આગળ બતાવ્યુ કે - આ ઘટના ચાર વર્ષ પહેલા ઘટી હતી, હું પુણેમાં અભ્યાસ કરી રહી હતી, પરંતુ આ ખરાબ અનુભવનો સામનો મે રાંચીમાં કર્યો હતો. ખરેખરમાં એક વ્યક્તિ કાસ્ટિંગ કરી રહ્યો હતો, અમે એક રૂમમાં સ્ક્રીપ્ટ વાંચી રહ્યાં હતા, આ દરમિયાન તે શખ્સે મને અડપલાં કરવા લાગ્યો હતો.
આરાધના શર્માએ કહ્યું- મને ખબર જ ના પડી કે તે શું કરી રહ્યો છે, જો યાદ છે તે બસ એટલુ કે મેં તેને ધક્કો મારી દીધો. દરવાજો ખોલ્યો અને ભાગી ગઇ. મેં ઘણા સમય સુધી આના વિશે કોઇને વાત ના કરી. આ બધુ એક લવ મેકિંગ સીનની સ્ક્રીપ્ટ વાંચવા દરમિયાન થયુ હતુ. હું આ ઘટનાથી ખુબ ડરી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ આ પ્રકારે ઘણી બધી એક્ટ્રેસ પોતાના અનુભવો શેર કરી ચૂકી છે.