શોધખોળ કરો
Advertisement
ટીવી સિરિયોલની જાણીતી એક્ટ્રેસનું થયું અચાનક મોત, જાણો શું છે આકસ્મિક મોતનું કારણ?
અભિનેત્રીએ કુમકુમ ભાગ્ય ટીવી સીરિયલમાં પ્યારી ઇન્દુ દાદીની ભૂમિકાથી લોકોના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ જેવી મોટી સિરિયલમાં દેખાઈ ચૂકી છે
મુંબઇઃ ટીવી સીરિયલની જાણીતી અભિનેત્રી ઝરીના રોશન ખાનનુ નિધન થઇ ગયુ છે. ઝરીના રોશન ખાન કુમકુમ ભાગ્યમાં પોતાનો દમદાર અભિનય આપી ચૂકી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, 54 વર્ષીય ટીવી અભિનેત્રીનું મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયુ હોવાનુ કહેવાઇ રહ્યું છે. અભિનેત્રીએ કુમકુમ ભાગ્ય ટીવી સીરિયલમાં પ્યારી ઇન્દુ દાદીની ભૂમિકાથી લોકોના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ જેવી મોટી સિરિયલમાં દેખાઈ ચૂકી છે.
ટીવી એક્ટ્રેસ ઝરીના રોશન ખાન 54 હતા. તેમની એક્ટિંગ કરિયરમાં ઝરીના ઘણી મોટી ફિલ્મો અને સીરિયલ્સનો ભાગ રહી ચુક્યા છે. કુમકુમ ભાગ્યમાં તે ઇંદુ દાસીના પાત્રમાં નજરે પડ્યા હતા. ઝરીના રોશન ખાનના મૃત્યુના સમાચાર પછી, શોના મુખ્ય અભિનેતા શબીર આહલુવાલિયા અને શ્રીતિ ઝા સહિતના અનેક સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
શબ્બીર આહલુવાલિયાએ ઝરીના રોશન ખાન સાથે ફોટો શેર કર્યો છે. જેમાં તે તેમને કિસ કરતો જોવા મળી રહ્યો છે. ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે- ‘યે ચાંદ સા રોશન ચહેરા’. આની સાથે જ તેણે બ્રોકન હાર્ટ ઇમોજી બનાવ્યો છે.
આ સાથે જ શ્રીતિ ઝાએ ઝરીના રોશન ખાન સાથેનો ફોટો પણ શેર કર્યો છે. જેની સાથે તેણે બ્રોકન હાર્ટ ઇમોજી બનાવ્યો છે. આ સાથે તેણે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં ઝરીના શ્રીદેવીના ગીત હવા-હવાઈ પર ડાન્સ કરતી જોવા મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement