જ્યારે Dilip Joshiએ એક ફિલ્મ માટે ઘટાડ્યું હતું 16 કિલો વજન, આ કસરતને ફોલો કરીને થયા હતા ફેટ ટૂ ફિટ
Dilip Joshi: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલની ભૂમિકામાં દિલીપ જોશીનું નામ સૌ કોઈ માટે જાણીતું છે. અભિનેતાએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તેણે ફિલ્મ માટે દોઢ મહિનામાં 16 કિલો વજન ઘટાડ્યું છે.
Dilip Joshi On Weight Loss: દિલીપ જોશી ટીવીના જોરદાર હિટ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલ ચંપકલાલ ગઢાના રોલમાં જોવા મળે છે અને તેઓ ઘરે-ઘરે લોકપ્રિય છે. તે તમામ ઉંમરના પ્રેક્ષકોમાં પ્રિય છે. આ ટીવી શોમાં અભિનય કરતા પહેલા દિલીપ જોશી ઘણી લોકપ્રિય ફિલ્મો અને શોનો ભાગ રહી ચુક્યા છે. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેતાએ એક એવી ફિલ્મમાં કામ કરવાની વાત કરી જેના માટે તેમણે વજન ઘટાડવાની જરૂર પડી હતી.
દિલીપ જોશીએ એક ફિલ્મ માટે 16 કિલો વજન ઘટાડ્યું હતું
દિલીપ જોશીએ ઘણી ગુજરાતી અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. અને મેશેબલ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે તેની 1992ની ફિલ્મ 'હુંશી હુંશીલાલ' વિશે વાત કરી હતી. આ ફિલ્મ એક સામાજિક-રાજકીય ડ્રામા ફિલ્મ હતી. આમાં દિલીપ જોશીએ વૈજ્ઞાનિક હુંશીલાલની મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં રેણુકા શહાણે, મનોજ જોશી અને મોહન ગોખલેએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. તે જ સમયે ઇન્ટરવ્યુ દરમિયાન, અભિનેતાએ કહ્યું કે આ ફિલ્મ માટે તેણે 16 કિલો વજન ઘટાડવું પડ્યું હતું.
દિલીપ જોશીએ દોઢ મહિનામાં કેવી રીતે ઘટાડ્યું વજન?
દિલીપે ખુલાસો કર્યો કે તેણે જોગિંગ કરીને દોઢ મહિનામાં 16 કિલો વજન ઘટાડ્યું હતું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતાએ કહ્યું, "હું કામ પર જતો, સ્વિમિંગ ક્લબમાં કપડાં બદલતો અને વરસાદમાં મરીન ડ્રાઈવ પાર કરીને (હોટેલ) ઓબેરોય તરફ દોડતો હતો અને પરત જતો હતો. હું આખા રસ્તા પર દોડતો રહેતો હતો અને આના માટે મને 45 મિનિટ લાગતી હતી. ફક્ત દોઢ જ મહિનામાં મે 16 કીલો વજન ઉતારી દીધું હતું. તેમણે એવું પણ કહ્યું કે તેઓ જોગિંગની ઘણી મજા લેતા હતા. દિલીપ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, કેટલી મજા આવતી હતી સૂરજ આથમી રહ્યો હોય હળવો હળવો ઝરમર વરસાદ વરસી હોય ત્યારે વાદળો પણ કેટલા સુંદર લાગતાં હતા.
દિલીપ જોશી ટ્રાવેલ એજન્ટ તરીકે કામ કરતો હતો
દિલીપ જોશીએ એ પણ શેર કર્યું કે તે સમયે તેઓ ફુલ ટાઈમ જોબ કરતા હતા. એક્ટર બનતા પહેલા દિલીપ જોશીએ પાંચ વર્ષ સુધી ટ્રાવેલ એજન્ટ તરીકે કામ કર્યું હતું. પરંતુ પાછળથી તેમણે તેની અભિનય કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નોકરી છોડી દીધી. દિલીપ જોશીએ 1989માં સલમાન ખાન સ્ટારર ફિલ્મ મૈંને પ્યાર કિયાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો..