TV Actress Suicide: જાણીતી ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ફાંસી લગાવી કરી આત્મહત્યા, સુસાઇડ નોટ મળી આવી
જાણીતી ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે
TV Actress Vaishali Thakkar Suicide: જાણીતી ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તે 1 વર્ષથી ઈન્દોરમાં રહેતી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને કબજે કર્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે.
નોંધનીય છે કે વૈશાલી ઠક્કરની આત્મહત્યાનો મામલો તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારના સાંઈ બાગ કોલોનીનો છે. ઘણા વર્ષોથી ઈન્દોરમાં રહેતી ટીવી સિરિયલની કલાકાર વૈશાલી ઠક્કરે પોતાના ઈન્દોરના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઠક્કરે તેની કારકિર્દીની શરૂઆત સ્ટાર પ્લસની સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી કરી હતી. આ સીરિયલમાં તેણે સંજનાનું પાત્ર ભજવ્યું હતું, જેના કારણે તેણે ઘણી લોકપ્રિયતા હાંસલ કરી હતી. વૈશાલીના આત્મહત્યાના સમાચાર બાદ અભિનેત્રીના તમામ ચાહકો અને મિત્રો આઘાતમાં છે.
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી કરિયરની શરૂઆત કરી હતી
વૈશાલી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હતી. વૈશાલીએ ઘણા લોકપ્રિય શોમાં કામ કર્યું છે. વૈશાલીએ વર્ષ 2015માં ટીવીના સૌથી લોકપ્રિય શો 'યે રિશ્તા ક્યા કહેલાતા'થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ શોમાં તેણે સંજનાની ભૂમિકા ભજવી હતી. આ પછી વૈશાલી 'યે હૈ આશિકી' શોમાં પણ જોવા મળી હતી. વૈશાલી 'સસુરાલ સિમર કા' શોમાં તેના પાત્ર અંજલિ ભારદ્વાજ માટે જાણીતી હતી. તેને 'સસુરાલ સિમર કા' શોથી ઘણી લોકપ્રિયતા મળી હતી. આ સિવાય વૈશાલીએ 'સુપર સિસ્ટર', 'મનમોહિની સીઝન 2'માં પણ શાનદાર કામ કર્યું હતું. વૈશાલી છેલ્લે ટીવી શો 'રક્ષાબંધન'માં જોવા મળી હતી.
અભિનેત્રીએ 1 મહિનામાં સગાઈ તોડી નાખી હતી. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં વૈશાલીની સગાઈ થઈ હતી. અભિનેત્રીએ પોતાની સગાઇનો વીડિયો શેર કરીને ચાહકોને ખુશખબર આપી છે. અભિનેત્રીની સગાઈ પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં થઈ હતી. જો કે, સગાઈના એક મહિના પછી જ વૈશાલીએ પોતાની સગાઈ તોડી નાખી અને કહ્યું કે તે હવે તેના મંગેતર સાથે લગ્ન નહીં કરે. લગ્ન કેન્સલ કર્યા બાદ વૈશાલીએ તેની સગાઇનો વીડિયો પણ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ડિલીટ કરી દીધો હતો. વૈશાલીએ આત્મહત્યા કેમ કરી, આ સવાલ દરેકના મનમાં છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.