જાણીતી 26 વર્ષીય અભિનેત્રીનુ કાર અકસ્માતમાં નિધન, કઇ હિટ ફિલ્મમાં કરી ચૂકી છે કામ, જાણો
રિપોર્ટ્સ અનુસાર એક્ટ્રેસ ગાયત્રી પોતાના દોસ્તો સાથે ગાડીમાં ઘરે પાછી આવી રહી હતી, અને તેનુ હૈદરાબાદના ગચ્ચીબોલી એરિયામાં નિધન થઇ ગયુ.
નવી દિલ્હીઃ જાણીતી તેલુગુ એક્ટ્રેસ ગાયત્રી (Gayatri) ઉર્ફે ડૉલી ડી ક્રૂજ (Dolly D Cruz) જે વેબસીરીઝ મેડમ સર મેડમ અન્તે (Madam Sir Madam Ante) થી પૉપ્યુલર થઇ હતી, તેનુ કાર અકસ્માતમાં નિધન થઇ ગયુ છે.
રિપોર્ટ્સ અનુસાર એક્ટ્રેસ ગાયત્રી પોતાના દોસ્તો સાથે ગાડીમાં ઘરે પાછી આવી રહી હતી, અને તેનુ હૈદરાબાદના ગચ્ચીબોલી એરિયામાં નિધન થઇ ગયુ. એક્ટ્રેસ ગાયત્રીની ઉંમર માત્ર 26 વર્ષની હતી. એક્ટ્રેસના નિધનથી સાઉથ ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ થઇ ગયો છે. બૉલીવુડ લાઇફના રિપોર્ટ અનુસાર એક્ટ્રેસ શુક્રવારે રાત્રે પોતાના ઘરેતી હોળી રમીને પાછી ફરી રહી હતી.
View this post on Instagram
હોળીના દિવસે એક્ટ્રેસ ગાયત્રી પોતાના ઘરે હોળીનો તહેવાર મનાવવા આવી હતી, ત્યારે આ દુર્ઘટના ઘટી. તેલુગુ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ગાયત્રી ઉર્ફે ડૉલી ડી ક્રૂજનુ 26 વર્ષની ઉંમરમાં માર્ગ દુર્ઘટનામાં મોત થયુ. અદાકારા જે કારમાં યાત્રા કરી રહી હતી. તેની હૈદ્રાબાદના ગાચીબોવલી વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટના થઇ ગઇ. તે તેના મિત્ર રાઠોડની સાથે ઘરે આવી રહી હતી. જે શુક્રવારે મોડી રાત્રે 18 માર્ચે હોળીની ઉજવણી બાદ કાર ચલાવી રહી હતી. રિપોર્ટસ મુજબ, રાઠોડનુ પણ આ દુર્ઘટનામાં મોત થયુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે રસ્તા પર ડિવાઈડર સાથે અથડાવાથી કારે કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ગઇ હતી. રિપોર્ટસમાં સામે આવ્યું છે કે કાર એક 38 વર્ષીય મહિલા સાથે પણ અથડાઈ હતી. જે રસ્તા પર પગપાળા ચાલી રહી હતી. આ મહિલા કાર પલટી ખાવાના કારણે કારની નીચે ફસાઈ ગઇ હતી. રિપોર્ટસ પરથી જાણવા મળ્યું કે ડૉલી ડી ક્રૂઝની જેમ મહિલાએ પણ દુર્ઘટના સ્થળ પર પણ તેના અંતિમ શ્વાસ લીધા હતા.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો............
2 રુપિયા આપી 26 દિવસ એક્સ્ટ્રા વેલિડિટી, Vi યૂઝર્સ માટે શાનદાર પ્લાન, ડેટા- કોલિંગ ફ્રી
આ રીતે ફક્ત 3 શબ્દો ગૂગલ પર કરો સર્ચ, ફ્રીમાં જાણી શકશો ઈન્ટરનેટ સ્પીડ
ગરમીમાં ફ્રિજનું ઠંડું પાણી પીવાની આદત છે, તો નુકસાન જાણી લો
ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં નોકરીની શાનદાર તક, આ જગ્યાઓ પર બહાર પડી ભરતી, મળશે સારો પગાર