(Source: ECI/ABP News/ABP Majha)
આ રીતે ફક્ત 3 શબ્દો ગૂગલ પર કરો સર્ચ, ફ્રીમાં જાણી શકશો ઈન્ટરનેટ સ્પીડ
વર્તમાન સમયમાં ઈન્ટરનેટ એક જીવનનો જરૂરી ભાગ બની ગયું છે. જો આજે ઈન્ટરનેટ ન હોય તો તમારા કેટલાય કાર્યો અટકી પડે છે. હવે જ્યારે ઇન્ટરનેટ કનેક્શન ધીમું ચાલવા લાગે, ત્યારે ઘણા લોકો પહેલા ઇન્ટરનેટની સ્પીડ તપાસે છે.
વર્તમાન સમયમાં ઈન્ટરનેટ એક જીવનનો જરૂરી ભાગ બની ગયું છે. જો આજે ઈન્ટરનેટ ન હોય તો તમારા કેટલાય કાર્યો અટકી પડે છે. હવે જ્યારે ઇન્ટરનેટ કનેક્શન ધીમું ચાલવા લાગે, ત્યારે ઘણા લોકો પહેલા ઇન્ટરનેટની સ્પીડ તપાસે છે. ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટ જણાવે છે કે તે સમયે તમારો ઓપરેટર કેટલી ડાઉનલોડ અને અપલોડિંગ સ્પીડ આપી રહ્યો છે. ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટની સુવિધા ઘણી વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે. ઉપરાંત ઘણી એપ્સ પણ તમને સ્પીડ ટેસ્ટની સુવિધા આપે છે.
ગૂગલ પણ આવી સુવિધા આપે છે. એટલે કે તમે ગૂગલની મદદથી સરળતાથી તમારા કનેક્શનની સ્પીડ ચેક કરી શકો છો. ગૂગલએ M-Lab સાથે ભાગીદારી કરી છે, જેની મદદથી તમે સ્પીડ ટેસ્ટ કરી શકો છો. નોંધનિય છે કે, આ ટેસ્ટમા ડેટા ખર્ચ થાય છે, તેથી જો તમે તેનો મોબાઇલ અથવા અન્ય કોઈપણ ડિવાઈઝ પર ઉપયોગ કરો છો, તો ડેટા ચાર્જ લાગુ થશે. આ ટેસ્ટ કરવા માટે, તમારે M-Lab સાથે કનેક્ટ થવું પડશે અને તમારું IP એડ્રેસ શેર કરવું પડશે. આવો જાણીએ ગૂગલની મદદથી ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટ કેવી રીતે કરવો.
આ રીતે કરો ઈન્ટરનેટ સ્પીડની તપાસ
- સૌથી પહેલા તમારે તમારા મોબાઈલ, પીસી કે ટેબલેટ પર Google.com ઓપન કરવાનું રહેશે.
- આ પછી તમારે સર્ચ બારમાં Run Speed Test લખવાનું રહેશે.
- તમને ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટનું ડાયલોગ બોક્સ જોવા મળશે. તેમાં લખેલું હશે, '30 સેકન્ડમાં તમારી ઈન્ટરનેટ સ્પીડ ચેક કરો. સ્પીડ ટેસ્ટ સામાન્ય રીતે 40MB કરતા ઓછો ડેટા ટ્રાન્સફર કરે છે, પરંતુ ઝડપી કનેક્શન પર વધુ ડેટા ટ્રાન્સફર પણ કરી શકે છે.
- હવે તમારે આ ડાયલોગ બોક્સની નીચે દેખાતા RUN SPEED TEST બટન પર ક્લિક કરવાનું રહેશે.
- આ બટન પર ક્લિક કરતાની સાથે જ તમારી સામે એક પોપ-અપ દેખાશે, જેમાં તમને ઇન્ટરનેટ સ્પીડના પરિણામો જોવા મળશે.
- ધ્યાનમાં લો કે ટેસ્ટિંગ M-Lab દ્વારા કરવામાં આવે છે અને તે તમામ પરીક્ષણ પરિણામો પ્રકાશિત કરે છે, જે પબ્લિક ડોમેનમાં હોય છે. તેમાં તમારું ID એડ્રેસ અને ટેસ્ટ રિઝર્લ્ટનો ડેટા હોય છે. જો કે, આ સિવાય, તેમાં અન્ય કોઈ માહિતી સામેલ હોતી નથી.