(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને, 150 રૂ. લીટર પેટ્રૉલ - 100 રૂ. કિલો ખાંડ, જાણો શાકભાજીના શું છે ભાવ..........
પાકિસ્તાન પેટ્રૉલથી લઇને ખાંડ તેમજ શાકભાજી સહિતની અન્ય જીવન જરૂરી વસ્તુઓના ભાવો સતત વધી રહ્યાં છે. પાકિસ્તાનમાં મોંઘવારી 70 વર્ષોમાં પોતાના સૌથી ઉંચા રેકોર્ડ સ્તર પહોચી ગઇ છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વધતી જતી રાજકીય કટોકટી વચ્ચે હવે ઇમરાન સરકાર પર વધુ એક મોટુ સંકટ આવીને ઉભુ છે. દેશની હાલત પાતળી થઇ રહી છે, કેમ કે દેશમાં ભયંકર મોંઘાવારીના કારણે સામાન્ય માણસને જીવવુ મોંઘુ બની ગયુ છે. પાકિસ્તાની લોકોનુ કહેવુ છે કે ઇમરાને વાયદાઓ તો ઘણાબધા કર્યા હતા, પરંતુ તેને પુરુ કરવાની કોશિશ નથી કરી. આ રેકોર્ડ તોડ મોંઘવારીએ જનતાને ઇમરાન વિરુદ્ધ ઉભી કરી દીધી છે.
પાકિસ્તાન પેટ્રૉલથી લઇને ખાંડ તેમજ શાકભાજી સહિતની અન્ય જીવન જરૂરી વસ્તુઓના ભાવો સતત વધી રહ્યાં છે. પાકિસ્તાનમાં મોંઘવારી 70 વર્ષોમાં પોતાના સૌથી ઉંચા રેકોર્ડ સ્તર પહોચી ગઇ છે.
પાકિસ્તાનમાં પેટ્રૉલ 150 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયુ છે, તો વળી ખાંડના ભાવ પણ 100 રૂપિયા પ્રતિ કિલોથી વધુ થઇ ગયા છે. જનતાએ એબીપી ન્યૂઝ સાથે પોતાનુ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ઇમરાનની સરકાર તો માત્ર અમીરો માટે જ છે.
જુઓ પાકિસ્તાનમા શું છે મોંઘવારીનો ગ્રાફ -
10 કિલો લોટ 720 રૂપિયા
1 લીટર દૂધ 150 રૂપિયા
1 કિલો ચિકન 340 રૂપિયા
1 કિલો ખાંડ 100 રૂપિયા
1 ડઝન ઇંડા 141 રૂપિયા
1 કિલો ટામેટાં 80 રૂપિયા
1 કિલો બટાકા 55 રૂપિયા
1 કિલો ડુંગળી 52 રૂપિયા
પાકિસ્તાનમાં એબીપી ન્યૂઝ સંવાદદાતા હમજા અમીરે કેટલાય લોકો સાથે વાત કરી જેમાં ખાસ કરીને મોંઘવારીનો જ ઉલ્લેખ કરવામા આવ્યા. જેમાં લોકો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત પર જ બોલી રહ્યાં છે,. અહીં ગરીબો અને મધ્યમ વર્ગની હાલત એકદમ ખરાબ થઇ રહી છે. પાકિસ્તાનના ફેડરલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (FBS) અનુસાર ઓક્ટોબર 2018થી ઓક્ટોબર 2021 સુધી વીજળીની કિંમતો 57 ટકા સુધી વધી છે, જે પોતાની જાતમાં જ એક મોટો રેકોર્ડ છે.
આ પણ વાંચો............
2 રુપિયા આપી 26 દિવસ એક્સ્ટ્રા વેલિડિટી, Vi યૂઝર્સ માટે શાનદાર પ્લાન, ડેટા- કોલિંગ ફ્રી
આ રીતે ફક્ત 3 શબ્દો ગૂગલ પર કરો સર્ચ, ફ્રીમાં જાણી શકશો ઈન્ટરનેટ સ્પીડ
ગરમીમાં ફ્રિજનું ઠંડું પાણી પીવાની આદત છે, તો નુકસાન જાણી લો
ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં નોકરીની શાનદાર તક, આ જગ્યાઓ પર બહાર પડી ભરતી, મળશે સારો પગાર