SMC EV Plant in Gujarat: ગુજરાતમાં બનશે ઈલેક્ટ્રિક વાહનો અને બેટરી, જાણો કઈ જાણીતી કંપની કેટલા કરોડનું કરશે રોકાણ
SMC EV Plant in Gujarat: જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશનએ જણાવ્યું હતું કે તે ઇલેક્ટ્રિક વાહનો (EVs) અને બેટરીના સ્થાનિક ઉત્પાદન માટે રૂ. 10,440 કરોડનું રોકાણ કરશે.
Suzuki Motor Corporation signed an MoU With Gujarat Govt: દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવથી લોકો ઈલેકટ્રિક વાહન તરફ વળ્યા છે. ગત વર્ષે ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં તોતિંગ વધારો થયો હતો. ચાલુ વર્ષે પણ આવા વાહનોની માંગ મોટા પ્રમાણે છે. ભારતમાં આયોજિત ઈન્ડિયા-જાપાન ઈકોનોમિક ફોરમમાં જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાત રાજ્ય સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા જે મુજબ સુઝુકી મોટર કોર્પોરેશન ઈલેક્ટ્રિક વાહનો અને બેટરીઓનું ઉત્પાદન ગુજરાતમાં કરશે.
ગુજરાતમાં કેટલું કરશે રોકાણ
જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશનએ જણાવ્યું હતું કે તે ઇલેક્ટ્રિક વાહનો (EVs) અને બેટરીના સ્થાનિક ઉત્પાદન માટે રૂ. 10,440 કરોડનું રોકાણ કરશે. ઈલેક્ટ્રિક વાહનોની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે 2025માં સુઝુકી મોટર ગુજરાતમાં રૂ. 3100 કરોડનું રોકાણ કરવામાં આવશે. 2026માં ઈલેક્ટ્રિક વાહનો માટે બેટરી બનાવવા માટે પ્લાન્ટ સ્થાપવા માટે 7300 કરોડનું રોકાણ કરવામાં આવશે.
આત્મનિર્ભર ભારતને સાકાર કરાશે
આ ડીલ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કરવામાં આવી હતી. તોશિહિરો સુઝુકીના પ્રતિનિધિ નિયામક અને પ્રમુખ સુઝુકી મોટર કોર્પોરેશન અને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ કેનિચી આયુકાવા ભારત અને જાપાનના વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે સમારોહમાં જોડાયા હતા.
ફોરમમાં બોલતા, તોશિહિરો સુઝુકીએ કહ્યું કે સુઝુકીનું ભાવિ મિશન નાની કાર સાથે કાર્બન ન્યુટ્રાલિટી હાંસલ કરવાનું છે. તેમણે કહ્યું કે અમે આત્મનિર્ભર ભારતને સાકાર કરવા ભારતમાં સક્રિયપણે રોકાણ કરવાનું ચાલુ રાખીશું.
ઈલેક્ટ્રિક વાહનની શું છે સમસ્યા
પેટ્રોલ અને ડીઝલ એ મર્યાદિત સ્ત્રોત છે. હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે. બીજી તરફ લોકો ઇલેક્ટ્રિક વાહનોને આના ઉપાય તરીકે જોઈ રહ્યા છે. પરંતુ સમસ્યા એ છે કે CNG અને ડીઝલ-પેટ્રોલની સરખામણીમાં ઈલેક્ટ્રિક વાહનો હજુ પણ ખૂબ મોંઘા છે. આવી સ્થિતિમાં, સુઝુકીનું આ રોકાણ મોંઘા EVની કિંમતો ઘટાડી શકે છે, કારણ કે જ્યારે ભારતમાં EVનું ઉત્પાદન થશે ત્યારે બજારમાં સ્પર્ધા પણ વધી જશે. સપ્લાય ચેઈન સારી રહેશે અને વાહનોની કિંમત પણ ઓછી થશે.
Suzuki Motor Corp has signed an MoU with Gujarat Govt in the presence of Japanese PM Fumio Kishida and PM @narendramodi at India-Japan Economic Forum at New Delhi to set-up manufacturing plant for electric vehicles (BEV) & BEV batteries with an investment of around ₹10,430 crore pic.twitter.com/vYUfv0QvD4
— CMO Gujarat (@CMOGuj) March 20, 2022