શોધખોળ કરો

Independence Day Songs: સ્વતંત્રતા દિવસ પર અચૂક સાંભળવા મળે છે આ દેશભક્તિ ગીતો, તમે પણ કહેશો "વંદે માતરમ"

ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણી આગામી 15મી ઓગસ્ટના રોજ ધામધૂમથી કરવામાં આવશે. ત્યારે દર વર્ષે શાળા, કોલેજો અને ઓફિસો સહિત દરેક જગ્યાએ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.

15 August Desh Bhakti Song: ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણી આગામી 15મી ઓગસ્ટના રોજ ધામધૂમથી કરવામાં આવશે. દરેક 15મી ઓગસ્ટે આપણા દેશવાસીઓ પોતાના દેશ પ્રત્યે દેશભક્તિની ભાવના સાથે આગળ વધતા જોવા મળે છે. શાળા, કોલેજો અને ઓફિસો સહિત દરેક જગ્યાએ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. અમે તમારા માટે કેટલાક પસંદગીના દેશભક્તિના ગીતોની પ્લેલિસ્ટ લાવ્યા છીએ, જેને સાંભળીને તમારી અંદરથી વંદે માતરમનો અવાજ આવશે.

દેશ મેરે...(ભુજ)
બોલિવૂડના સુપરસ્ટાર કલાકારો અજય દેવગન, સંજય દત્ત અને સોનાક્ષી સિન્હા જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ ભુજ ફિલ્મનું 'દેશ મેરે' ગીત ખૂબ જ સુપરહિટ છે. આ વર્ષે 15મી ઓગસ્ટના અવસર પર તમને આ ગીત સરળતાથી સાંભળવા મળશે.

તેરી મિટ્ટી... (કેસરી)

હિન્દી સિનેમાના દમદાર કલાકાર અક્ષય કુમાર અને દેશભક્તિ વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે. આ દરમિયાન આઝાદીની ઉજવણીના માહોલમાં, પ્રખ્યાત ગાયક બી પ્રાકની રિલીઝમાં 'તેરી મિટ્ટી' આ 15મી ઓગસ્ટે ભવ્યતા વધારવા માટે તૈયાર છે.

એ વતન... (રાઝી)

રાઝી બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ સાથે તેનું 'એ વતન' ગીત પણ ખૂબ ધમાકેદાર છે, જેને સાંભળ્યા પછી તમે પણ ભારતીય હોવા પર ગર્વ અનુભવશો.

મા તુઝે સલામ (એઆર રહેમાન)

ઓસ્કાર વિજેતા ગાયક એઆર રહેમાનનું પ્રખ્યાત ગીત 'મા તુઝે સલામ' ઘણા વર્ષોથી 15મી ઓગસ્ટના ખાસ અવસર પર ધૂમ મચાવતું જોવા મળે છે.

દેશી રંગીલા... (ફના)

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા આમિર ખાન અને કાજોલની સુપરહિટ ફિલ્મ ફનાનું ગીત 'દેશ રંગીલા' આજે પણ સ્વતંત્રતા દિવસના અવસરે શાળાઓ અને કોલેજોમાં વગાડવામાં આવે છે.

જય હો (સ્લમડોગ મિલિયોનેર)

પ્રખ્યાત ગાયક એઆર રહેમાન અને સુખવિંદર સિંહના જાદુઈ અવાજમાં સ્લમડોગ મિલિયોનેરનું સુપરહિટ ગીત 'જય હો' તમને રોમાંચિત કરી દેશે. આ ગીત સાંભળ્યા પછી દેશભક્તિનો જુસ્સો ઉચ્ચ સ્તરે પહોંચી જતો હોય છે.

જન ગણ મન (સત્યમેવ જયતે 2)

ગયા વર્ષે રિલીઝ થયેલી બોલિવૂડ સુપરસ્ટાર જોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે 2ની 'જન ગણ મન' લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ગીતો આ વખતે આઝાદીના શુભ અવસર પર ચોક્કસ સાંભળવા મળશે.

ઓ વતન તેરે લિયે (કરમા)

વર્ષ 1986માં રિલીઝ થયેલી મલ્ટી-સ્ટારર ફિલ્મ કરમાનું "દિલ દિયા હૈ જાન ભી દેંગે એ વતન તેરે લિયે" દેશભક્તિના દરેક કણને જીવંત કરે છે. ઘણા દાયકાઓથી, આ ગીત સ્વતંત્રતા દિવસના અવસર પર વગાડવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Embed widget