શોધખોળ કરો
‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, દમદાર એક્શન કરતા નજર આવ્યા અમિતાબ બચ્ચન
મુંબઈ: આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર એક્શન અને દમદાર ડાયલોગ્સથી ભરપૂર છે. ખાસ વાત તો આ છે કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક્શન કરતા નજર આવી રહ્યા છે.
બોલિવૂડના દિગ્ગજ સિતારાઓની આ ફિલ્મમાંમાં 1795ની કહાણી દેખાડવામાં આવી છે. જ્યારે ઇસ્ટ ઈન્ડિયા કંપની વેપાર કરવા આવી હતી પરંતુ હુકૂમત કરવા લાગી. પણ કેટલાક લોકોને ગુલામી મંજૂર નહતી. તેમાના એક ખુદાબખ્શ છે જેની ભૂમિકા અમિતાભ બચ્ચન નિભાવી રહ્યા છે.
ફિલ્મમાં ફાતિમા સન શેખ પણ નજર આવી રહી છે. જે ઝફીરાની ભૂમિકામાં છે. આમિર ખાન ફિરંગી મલ્લાહની ભૂમિકામાં છે. જેનો રોલ જોઈને ફિલ્મ પીકેની યાદ આવી જશે. એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં ગ્લેમરનો તડકો કેટરીના કૈફ લગાવશે. થોડાક દિવસો પહેલા તેનું પોસ્ટર રિલીઝ થયું હતું. કેટરિના સુરૈયાની ભૂમિકામાં છે જે આમિર સાથે ઇન્ટિમેન્ટ સીન કરતી પણ જોવા મળશે.
આ ફિલ્મનું નિર્દેશન વિજય કૃષ્ણ આચાર્યએ કર્યું છે. વિજય આ પહેલા આમિર ખાનને ફિલ્મ ધૂમ-3માં ડાયરેક્ટ કરી ચુક્યા છે. આ ફિલ્મ 8 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement