શોધખોળ કરો
ક્યારેય ‘મા’ નહીં બને આ એક્ટ્રેસ, કારણ જાણીને ચોંકી જશો
ખાનગી મીડિયા સાથે વાતચીત કરતા ઇન્ટરવ્યૂમાં કવિતા કૌશિકે ક્યારેય માતા ન બનવાના નિર્ણય વિશે વાત કરી જે તેણે પતિ રોનિત બિસવાસ સાથે મળીને લીધો છે.
![ક્યારેય ‘મા’ નહીં બને આ એક્ટ્રેસ, કારણ જાણીને ચોંકી જશો tv kavita kaushik decided that she will not have kids ક્યારેય ‘મા’ નહીં બને આ એક્ટ્રેસ, કારણ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/13081149/1-tv-kavita-kaushik-decided-that-she-will-not-have-kids.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ એક્ટ્રેસ કવિતા કૌશિક અને તેના પતિ રોનિત બિસવાસે નિર્ણય કર્યો છે કે કે તે ક્યારે માતા પિતા નહીં બને. કવિતાએ બે વર્ષ પહેલા પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ રોનિત બિસવાસ સાથે લગ્ન કર્યા હતા.
ખાનગી મીડિયા સાથે વાતચીત કરતા ઇન્ટરવ્યૂમાં કવિતા કૌશિકે ક્યારેય માતા ન બનવાના નિર્ણય વિશે વાત કરી જે તેણે પતિ રોનિત બિસવાસ સાથે મળીને લીધો છે. કવિતાએ કહ્યું કે, ‘હું બાળકો સાથે અન્યાય નથી કરવા માંગતી. હું 40ની ઉમરે મા બનીશ તો જ્યારે મારો દીકરો અથવા દીકરી 20ની ઉમરના થશે તો અમે વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કર્યો હશે અને હું નથી ઇચ્છતી કે માત્ર 20 વર્ષની ઉમરમાં મારા બાળક એક વૃદ્ધ મા-બાપની જવાબદારીઓ હેઠળ દબાઈ જાય.’
કવિતાએ કહ્યું કે, ‘અમે દુનિયાને શાંત રાખવા માંગીએ છીએ. અમે નથી ઇચ્છતા કે પહેલાથી ભીડથી ભરાયેલી દુનિયાનો વધુ વિસ્તાર કરીએ. રોનિતે તેના મા-પિતાને ત્યારે ગુમાવ્યા હતા જ્યારે તેઓ ખૂબજ નાનો હતો. જ્યારે મારી સાથે પણ એવું જ થયું હતું. એકમાત્ર દીકરી હોવાના કારણે પરિવારને સપોર્ટ કરવા મારે ઘણી મહેનત કરવી પડી.’ ઉપરાંત તેને કહ્યું કે, ‘અમે અમારા જીવનને એક બાળકની જેમ એન્જોય કરી રહ્યા છીએ. અમે એક-બીજા સાથે ક્યારેક મા-બાપ જેવો વ્યવહાર પણ કરીએ છીએ તેથી અમને બાળકની કમી અનુભવ થતી નથી.’
![ક્યારેય ‘મા’ નહીં બને આ એક્ટ્રેસ, કારણ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/13081155/2-tv-kavita-kaushik-decided-that-she-will-not-have-kids.jpg)
![ક્યારેય ‘મા’ નહીં બને આ એક્ટ્રેસ, કારણ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/13081201/3-tv-kavita-kaushik-decided-that-she-will-not-have-kids.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)