શોધખોળ કરો
Advertisement
આ બોલિવૂડ એક્ટ્રેસે કપિલ શર્માને કરી ઓફર, કહ્યું- 2 કરોડનો ચેક કે 6 હોટ છોકરીઓ સાથે......
કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોવા મળી રહી છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલમાં જ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંકનું પ્રમોશન કરવા માટે કપિલ શર્માના શોમાં આવી હતી. અહીં તેણે કપિલ શર્માની સાથે ખૂબ મસ્તી કરી. ઉપરાંત પ્રિયંકાએ કપિલને બે મોટી ઓફર પણ આપી જેમાં કપિલે બે કરોડ રૂપિયા પસંદ કર્યા.
કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોવા મળી રહી છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરાએ કપિલ શર્માને પૂછ્યું છે કે 2 કરોડનો ચેક અને માલદીવ હોલીડે 6 હૉટ છોકરીઓ સાથે પેકેજમાંથી કોને પસંદ કરશો.
આ અંગે કપિલ શર્માએ આ પ્રશ્નના જવાબમાં કહ્યું કે હું 2 કરોડનો ચેક લેવા માંગુ છું કારણ કે હું આ જ પેકેજની 60 હજારમાં વ્યવસ્થા કરીશ. કપિલ શર્માના શોમાં પ્રિયંકા ચોપરા મહેમાન તરીકે પહોંચી હતી. આ દરમિયાન બંનેએ ઘણી મસ્તી કરી હતી. પ્રિયંકા ચોપરા પોતાની ફિલ્મ 'સ્કાય ઇઝ પિંક' ના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શોમાં પહોંચી હતી. હાલમાં પ્રિયંકા ચોપરા તેની આગામી હિન્દી ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. 'ધ સ્કાય ઇઝ પિંક' 11 ઑક્ટોબરના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન અને દિગ્દર્શન નેશનલ ઍવોર્ડ વિજેતા શોનાલીએ કર્યું છે. ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement