આ હૉટ એક્ટ્રેસે રમઝાનની ઉજવણી પર પ્રતિબંધની કરી માગણી, પછી ડરીને કરી દીધી ટિવટ ડીલીટ
કંગના માત્ર બૉલીવુડ જ નહીં પરંતુ અન્ય મુદ્દાઓ પર પણ પોતાનો મત ખુલ્લેઆમ આપતી રહે છે, અને કંગના ટ્રૉલ (Kangana Trolled) પણ થાય છે. હવે તે પોતાના એક તાજા ટ્વીટને લઇને ટ્રૉલ થઇ છે. જોકે બાદમાં તેને પોતાનુ ટ્વીટ ડિલીટ (Tweet Delete) પણ કરી દીધુ હતુ.
મુંબઇઃ અવાર નવાર નવાર પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહેનારી કંગનાએ (Kangana Ranaut) વધુ એકવાર ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. કંગના માત્ર બૉલીવુડ જ નહીં પરંતુ અન્ય મુદ્દાઓ પર પણ પોતાનો મત ખુલ્લેઆમ આપતી રહે છે, અને કંગના ટ્રૉલ (Kangana Trolled) પણ થાય છે. હવે તે પોતાના એક તાજા ટ્વીટને લઇને ટ્રૉલ થઇ છે. જોકે બાદમાં તેને પોતાનુ ટ્વીટ ડિલીટ (Tweet Delete) પણ કરી દીધુ હતુ.
કંગનાએ કર્યુ હતુ આ ટ્વીટ....
ખરેખરમાં, કંગના રનૌતે (Kangna Tweet) તાજેતરમાં જ એક ટ્વીટ કર્યુ હતુ, કંગનાએ પોતાના ટ્વીટમાં લખ્યું હતુ- કુંભ મેળા બાદ... માનનીય વડાપ્રધાન જીને નિવેદન છે કે રમજાનમાં (Ramzan) થનારી ગેધરિંગ પર પણ રોક લગાવવામાં આવે..... જોકે જ્યારે કંગના રનૌત પોતાના આ ટ્વીટને લઇને ટ્રૉલ થવા માંડી તો તેને આને તરત જ ડિલીટ કરી દીધુ હતુ, પરંતુ ત્યાં સુધી કંગનાનુ આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ ચૂક્યુ હતુ.
પીએમ મોદીનુ ટ્વીટ....
ઉલ્લેખનીય છે કે, કંગના રનૌતના આ ટ્વીટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) તે સોશ્યલ મીડિયા પૉસ્ટ બાદ કરવામાં આવ્યુ હતુ, જેમાં પીએમ મોદીએ કુંભ મેળાને પ્રતિકાત્મક કરવાની ભલામણ કરી હતી. પીએમ મોદીએ (PM Modi) પોતાની પૉસ્ટમાં કહ્યું હતુ- આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરીજી સાથે ફોન પર આજે વાત થઇ, તમામ સંતોના સ્વાસ્થ્યનો હાલ જાણ્યો, તમામ સંતગણ તંત્રને દરેક પ્રકારનો સહયોગ કરી રહ્યાં છે. હું આના માટે સંત જગતનો આભાર વ્યક્ત કરુ છું. મે પ્રાર્થના કરી છે કે બે શાહી સ્નાન થઇ ચૂક્યા છે, અને હવે કુંભ મેળાને કોરોના સંકટના કારણે પ્રતિકાત્મક જ રાખવામાં આવે, આનાથી આ સંકટ સામે લડાઇમાં તાકાત મળશે.
નોંધનીય છે કે, બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત અવાર નવાર પોતાના ટ્વીટને લઇને ચર્ચામાં રહે છે. કંગનાએ અગાઉ કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે ચાલી રહેલા વિવાદ પર પણ ટ્વીટ કર્યુ હતુ. કંગના લખ્યું હતુ કે, કાર્તિકે આટલો લાંબો સફર પોતાના દમ પર પુરો કર્યો છે, અને પોતાના દમ પર પણ તે આગળ ચાલુ રાખશે. પાપા જો અને નેપો ગેન્ગને મારી વિનંતી છે કે પ્લીઝ એકલો છોડી મુકો. સુશાંતની જેમ તેની પાછળ ના પડો કે તેને ફાંસી પર લટકી જવાનો વારો આવે. કંગનાએ આ ટ્વીટ મારફતે કેટલાય લોકોને ટાર્ગેટ કર્યા હતા.