શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ હોટ એક્ટ્રેસના હૃદયમાં જન્મથી જ છે કાણું, ઈન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો
ઐશ્વર્યા સખુજાએ 'હેલો કોણ?થી ટીવી ઉદ્યોગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી
મુંબઈઃ બોલિવૂડ ફિલ્મ 'ઉજ્જડા ચમન' (Ujda Chaman)આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ એક યુવાનની કહાની બતાવી રહી છે. જેના માથા પર વાળ નથી. આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક પાઠકે કર્યું છે. આ ફિલ્મમાં સન્ની સિંહ, સૌરભ શુક્લા, માનવી ગગરુ, અતુલ કુમાર, શરબ હાશ્મી, કરિશ્મા શર્મા અને ઐશ્વર્યા સખુજા છે. ટીવીની દુનિયામાં પોતાની અભિનય કુશળતા બતાવનારી અભિનેત્રી ઐશ્વર્યા સખુજાએ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. પહેલા ઐશ્વર્યાએ બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઐશ્વર્યાએ પોતાની બીમારી વિશે ખુલાસો કર્યો છે.
ઈન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ જણાવ્યું, “હું હંમેશા મારા પિતાને મજાકમાં કહેતી હતી કે તેમણે કેવા ખામીયુક્ત બાળકને જન્મ આપ્યો છે. મારા હૃદયમાં જન્મથી જ કાણું છે. આ સિવાય પણ હું ઘણી બીમારીઓનો સામનો કરી રહી છું. આ બધી પરેશાનીઓના લીધે મેં જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. હું મારા શરીરનું સન્માન કરું છું. હું કામ કરતાં વધારે પ્રાથમિકતા સ્વાસ્થ્ય અને ખુશીઓને આપું છું.”
ઐશ્વર્યા સખુજાએ 'હેલો કોણ?થી ટીવી ઉદ્યોગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી 'લિફ્ટ કરા દે', 'સાસ બિના સસુરલ', 'મેં ના ભૂલૂંગી' સીરિયલમાં જોવા મળી હતી. આ સાથે 'ખતરો કે ખિલાડી' સીઝન સાતમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો છે. આ સિવાય અનેક શો હોસ્ટ પણ કર્યા છે. જેમાં નચ બલિયે સામેલ છે. એકવાર નચ બલિયેના સેટ પર અભિનેત્રી ઐશ્વર્યાએ કહ્યું કે તે ટીબીથી પીડિત છે. આ સાથે કહ્યું કે તેને ડાયાબિટીઝની સમસ્યા પણ છે. ઐશ્વર્યા છેલ્લે સિરીયલ 'ચંદ્રશેખર' માં જોવા મળી હતી. ઉજડા ચમન ફિલ્મ પહેલા ઐશ્વર્યા યૂ આર માઇ જાન ફિલ્મમાં નજર આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement