શોધખોળ કરો
પાકિસ્તાની કલાકારોની ‘નમકહરામી’, ઉરી હુમલાની ટીકા કરવાનું કહેતા શું કર્યું
1/6

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચંદ્રાએ કહ્યું કે, ઝી પોતાના રિયાલીટી શોમાં ક્યારેય પાકિસ્તાની સ્પર્ધકોને આમંત્રિત કરશે નહીં. અમારા સિગિંગ રીયાલિટી શોમાં પાકિસ્તાની ગાયકો આવે છે, જીતે પણ છે અને જજ પણ બને છે. પરંતુ હવે જ્યાં સુધી પાકિસ્તાન અને ભારત વચ્ચેનો તણાવ ખત્મ નહીં થાય ત્યાં સુધી અમે તેમને બોલાવીશું નહીં. અમે તમામ રીતે પ્રયાસો કર્યા પરંતુ તમારે પણ અમારા લોકોની લાગણીની કદર કરવી પડશે.
2/6

આ વાત પરથી ખ્યાલ આવે છે કે આ પાકિસ્તાની કલાકારો જેનું ખાય છે તેનું જ ખોદી રહ્યા છે. ભારતમાં રહીને ભારત પ્રત્યે માન ન ધરાવતા આ પાકિસ્તાની કલાકારોને શું અહીં રહેવાનો અધિકાર છે. તેઓ અહીં આવી કરોડોની કમાણી કરે છે પણ આતંકી હુમલાની નિંદા કરવાનું કહેવામાં આવે તો તેમની બોલતી બંધ થઇ જાય છે.
Published at : 29 Sep 2016 11:53 AM (IST)
Tags :
Uri AttackView More





















