શોધખોળ કરો
Advertisement
ફોટોગ્રાફરના પગ પર ચડી ગઈ વરૂણ ધવનની કાર, કારમાંથી ઉતરીને પછી.....
વરુણ ધવન તેમની ગર્લફ્રેન્ડ સાથે ગાડીમાં બહાર જઇ રહ્યા હતા. અને તેવા જ સમયે વરુણની ગાડી નીચે ફોટોગ્રાફરનો પગ આવી ગયો.
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા વરુણ ધવન સાથે હાલમાં કંઇક તેવું થયું જે ચોંકવનારું હતું. બોલિવૂડ સ્ટાર્સના ફોટો લેવા માટે આમ પણ પાપરાઝી તેમનો સતત પીછો કરતા રહે છે. સ્ટારના ઘર, જીમ પર હંમેશા ફોટોગ્રાફર તેમનો પીછો કરતા રહેતા હોય છે. તે જ્યારે પણ બહાર નીકળે તેમનો પીછો આ ફોટોગ્રાફર કરતા રહે છે. ત્યારે ક્યારેક આવી જ ઘટનામાં ફોટોગ્રાફર ફોટો પાડવાના ચક્કરમાં ઇજાગ્રસ્ત થઇ જાય છે. અને આવું જ કંઇક હાલમાં જ વરુણ ધવન સાથે પણ થયું.
વરુણ ધવન તેમની ગર્લફ્રેન્ડ સાથે ગાડીમાં બહાર જઇ રહ્યા હતા. અને તેવા જ સમયે વરુણની ગાડી નીચે ફોટોગ્રાફરનો પગ આવી ગયો. અને ફોટોગ્રાફરના મોંમાંથી ચીસ નીકળી ગઇ. જો કે સદનસીબે વરુણના ડ્રાઇવરે તરત જ ગાડી પાછળ કરી. જેના કારણે ફોટોગ્રાફરને ખાલી સામાન્ય ઇજા જ થઇ. જો કે તે પછી વરુણ ધવન બહાર નીકળીને ફોટોગ્રાફરના હાલ ચાલ જાણ્યા હતા. અને સાથે જ કહ્યું કે હું હંમેશા તમને ફોટો આપું જ છું તો પછી કેમ આવું કરો છો.
જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એમાં વરૂણ કહી રહ્યો છે કે, મે ક્યારે ફોટો નથી આપ્યો, દર વખતે આપું જ છું. રોજ આપું જ છું ને. તો પછી તમે લોકો કેમ હલ્લા બોલ કરો છો. હું બહાર નીકળીને આવું છું ને તમારી પાસે. ત્યારબાદ ફરી એકવાર વરુણ પેલા ફોટોગ્રાફરને કહે છે કે, બધું બરાબરને છે ને? ઉલ્લેખનીય છે કે, આ વખતે વરૂણ ધનવ સાથે કારમાં ગર્લફ્રેન્ડ નતાશા અને વરૂણની ભાભી હાજર હતા અને આ ઘટના બની હતી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement