સલમાન આજકાલ ‘રેસ-3’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે 15 જૂને રિલીઝ થશે. ફિલ્મનું ડિરેક્શન રેમો ડિસૂઝાએ કર્યું છે. ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે, જે યૂટ્યૂબ પર એક રેકોર્ડ બનાવવાની કોશિશમાં છે.
2/6
‘રેસ-3’ પછી બોબીની નેક્સ્ટ ફિલ્મ સલમાન ખાન પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મનું નામ હજુ સુધી જાહેર નથી કરાયું. પરંતુ આ ફિલ્મના ડાયરેક્ટર પ્રભુ દેવા હશે તે નક્કી છે. આ ફિલ્મ બોબીની સોલો ફિલ્મ હશે.
3/6
SKF એટલે કે સલમાન ખાન ફિલ્મ્સની આ 5મી ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન અભિરાજ મીનાવાલા કરે છે તેમની પણ આ ડેબ્યૂ ડાયરેક્ટેડ ફિલ્મ છે. આ પહેલા મીનાવાલા ફિલ્મ સુલ્તાનમાં આસિટંટ ડાયરેક્ટર હતા.
4/6
‘લવરાત્રિ’માં આયુષ શર્મા સાથે વારીન હુસૈન છે. આ ફિલ્મ બંનેની ડેબ્યૂ ફિલ્મ છે. આયુષ સલમાનની બહેન અર્પિતા ખાનનો પતિ છે. બંનેના લગ્ન 2014માં થયા હતા. જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેંબરમાં સલમાને આ ફિલ્મની જાહેરાત કરી હતી.
5/6
મીડિયા સાથેની વાતચીતમાં VHPના આંતરરાષ્ટ્રીય કાર્યવાહક અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે, “અમે ‘લવરાત્રિ’ ફિલ્મને દેશના સિનેમાઘરોમાં નહીં ચાલવા દઈએ. અમે નથી ઈચ્છતા કે આ ફિલ્મથી હિંદૂઓની ભાવનાને ઠેસ પહોંચે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ નવરાત્રિના બેકડ્રોપ આધારિત છે, જે એક હિંદૂ તહેવાર છે અને આ નામ આ તહેવારનો અર્થ બગાડે છે. આ ફિલ્મની રિલીઝ ડેટ પણ એ જ રખાઈ છે જ્યારે નવરાત્રિનો તહેવાર આવે છે.”
6/6
મુંબઈઃ સંજય લીલા ભણસાળી નિર્દેશિત ફિલ્મ પદ્માવતને લઈને જે રીતે વિવાદ સમગ્ર ભારતમાં થયો હતો તેને જોતાં હવે લોકોને ઈતિહાસ આધારિત ફિલ્મ બનાવતા ડર લાગી રહ્યો છે. હવે સલમાન ખાનની આગામી ફિલ્મ લવરાત્રીને લઈને વિવાદ શરૂ થયો છે. આ વખતે આ વિવાદ કરણી સેના નહીં પરંતુ વિશ્વ હિન્દૂ પરિષદે ઉભો કર્યો છે. વિશ્વ હિન્દૂ પરિષદે કહ્યું કે, તે સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ લવરાત્રી રિલીઝ થવા નહીં દે. ફિલ્મનું નામ લવરાત્રી હિન્દૂ તહેવારનું નામ બગાડે છે.