Video Viral: પાકિસ્તાની એક્ટ્રેસને જોતા જ ટોળુ તેના પર તુટી પડ્યુ, ને પછી..... એક્ટ્રેસે કરી મૂકી બૂમાબૂમ
આજે હાનિયા આમિરનુ નામ પાકિસ્તાનની ટૉપ અને પૉપ્યૂલર એક્ટ્રેસીસમા સામેલ છે, તેનું ફેન ફોલોઇંગ ખુબ જ મોટુ છે.

Hania Aamir Mobbed By Fans : સેલેબ્સની દિવાનગી ફેન્સમાં એટલી હદે હોય છે કે ઘણીવાર સેલેબ્સને ખરાબ વર્તનનો સામનો પણ કરવો પડે છે, આવો જ કિસ્સો પાકિસ્તાની એક્ટ્રેસનો સામે આવ્યો છે. તાજેતરમાં જ પાકિસ્તાની યંગ એક્ટ્રેસ હાનિયા આમિર (Hania Aamir)નો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ફેન્સના ટોળા વચ્ચે ઘેરાઇ ગઇ છે અને બૂમાબૂમ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર એકદમ યંગ અને હૉટ છે, તેના સુંદરતાના લાખો દિવાના છે, તેને વર્ષ 2016 માં કૉમેડી ફિલ્મ ‘જનાન’ (Janaan) થી પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી, બાદમાં અભિનેત્રીએ ઘણીબધી હિટ ફિલ્મો અને ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે. આજે હાનિયા આમિરનુ નામ પાકિસ્તાનની ટૉપ અને પૉપ્યૂલર એક્ટ્રેસીસમા સામેલ છે, તેનું ફેન ફોલોઇંગ ખુબ જ મોટુ છે.
હાલમાં વાયરલ થયેલો વીડિયો પાકિસ્તાનનો છે, અને તે પાકિસ્તાનના વપદા ટાઉન ગુજરાંવાલાનો હોવાનુ કહેવાઇ રહ્યું છે. જ્યાં એક્ટ્રેસ હાનિયા આમિર એક ઇવેન્ટમાં પહોંચી હતી. આ ઇવેન્ટ પુરી થયા બાદ પાછી ફરતી વખતે તેને રસ્તાં પર મોટી સંખ્યામાં ટોળાએ ઘેરી લીધી હતી, અને લોકો હાનિયા આમિર સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. આ વાત એક્ટ્રેસને જરાય પસંદ ના આવી અને તે ગુસ્સામાં આવીને બૂમાબૂમ કરવા લાગી હતી.
વીડિયોમાં જોઇ શકાય છે કે, એક્ટ્રેસ કેટલી ગુસ્સામાં છે, અને ફેન્સને ગમે તેમ બોલી રહી છે, તેને ભીડમાંથી બહાર નીકળવુ મુશ્કેલી બની ગયુ છે. સિક્યૂરિટી ગાર્ડને પણ એક્ટ્રેસને બહાર કાઢવા માટે ખુબ મહેનત કરવી પડી હતી. એક્ટ્રેસનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram




















