શોધખોળ કરો
Advertisement
‘War’ Box Office Collection: રિલીઝ થયાના 7 દિવસમાં જ બનાવ્યા આ 7 મોટા રેકૉર્ડ, જાણો વિગતે
સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી વૉર માં ઋતિક અને ટાઈગર વચ્ચે ધમાકેદાર એક્શન સીન્સ ફિલ્માવામાં આવ્યા છે. આ ફિલ્મમાં વાણી કપૂર પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
મુંબઈ: ઋતિક રોશન અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘વૉર’ બૉક્સ ઑફિસ પર શાનદાર કમાણી રહી છે. ફિલ્મે માત્ર ત્રણ જ દિવસમાં 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લીધી હતી ત્યારે હવે માત્ર 7 દિવસમાં જ 200 કરોડ ક્લબમાં જગ્યા બનાવી લીધી છે.
વૉર ફિલ્મ રિલીઝ થયાના પ્રથમ દિવસથી જ બૉક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવવાનું શરૂ કરી દીધું હતું અને આ કમાણી ચાલુ રહેતા ફિલ્મે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં પણ સામેલ થઈ ચુકી છે.
- વૉર ફિલ્મે પ્રથમ દિવસે 53.35 કરોડ રૂપિયાની કમાણી કરી ધમાકેદાર ઓપનિંગ કરી હતી. આ કમાણી સાથે આ ફિલ્મ સૌથી મોટી ઓપનિંગ મેળવનારી બૉલિવૂડની ફિલ્મ બની ગઈ છે.
- વર્ષ 2019ની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ પણ છે. આ પહેલા આ રેકોર્ડ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ના નામે હતો.
- આ ફિલ્મ ઋતિક રોશન અને ટાઈગર શ્રોફના કેરિયરની પણ સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ છે.
- યશરાજ બેનર હેઠળ બનેલી આ પાંચમી ફિલ્મ છે જેણે માત્ર ત્રણ જ દિવસોમાં 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે.
- ચાલુ વર્ષે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. તેની ઉંપર કબીર સિંહ અને ઉરી ફિલ્મ છે.
- આ ફિલ્મ આ વર્ષની સૌથી ઝડપી 200 કરોડના ક્લબમાં એન્ટ્રી કરનાર ફિલ્મ બની ગઈ છે. આ પહેલા ‘કબીર સિંહે’ 13માં દિવસ જ્યારે ‘ભારત’ 14માં દિવસે 200 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો હતો.
- આ ફિલ્મ નેશનલ હૉલિડે પર રિલીઝ થયેલી ફિલ્મોમાં પણ સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.
સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી વૉર માં ઋતિક અને ટાઈગર વચ્ચે ધમાકેદાર એક્શન સીન્સ ફિલ્માવામાં આવ્યા છે. આ ફિલ્મમાં વાણી કપૂર પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
બિઝનેસ
Advertisement