શોધખોળ કરો

બોલીવુડના જાણીતા પ્રોડ્યુસરનું કોરોનાને કારણે મોત, બે મોટી હોસ્પિટલે ભરતી નહોતા કર્યા, 4 વ્યક્તિએ પીપીઈ કીટ પહેરી કરી અંતિમ વિધી

અનિલ સૂરીએ રાજ કુમાર અને રેખા અભિનિત કર્મયોગી અને રાજતિલક જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. અનિલના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.

મુંબઇઃ કોરોના વાયરસનો ચેપ લાગવાથી  હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા અનિલ સૂરીનું નિધન થયું છે. કોરોના વાયરસના ચેપના કારણે 77 વરસના સૂરીને હોસ્પિટલમાં ભરતી કરાયા હતા કે જ્યાં તેમનું  નિધન થયું છે. આઘાતજનક વાત એ છે કે, સૂરીને દાખલ કરવા માટે બે મોટી હોસ્પિટલોએ ઈન્કાર કરી દીધો હતા. અનિલ સૂરીની અંતિમવિધીમાં માત્ર 4 જ વ્યક્તિ હાજર રહ્યા હતા અને દરેકે પીપીઈ કીટ પહેરી હતી. અનિલ સૂરીએ  રાજ કુમાર અને રેખા અભિનિત કર્મયોગી અને રાજતિલક જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. અનિલના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. અનિલનો ભાઇ રાજીવ સૂરી પણ નિર્માતા છે. રાજીવ સૂરીએ અનિલ સૂરીના  નિધનના સમાચાર આપતાં જણાવ્યું હતું કે, અનિલને 2 જૂનથી તાવ આવવાનું શરૂ થયું હતું અને બીજા દિવસે તેની તબિયત વધુ બગડી ગઇ હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઇ ગઈ હતી. અનિલને અમે  મુંબઈની બે મોટી અને જાણીતી હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ આ બંને હોસ્પિટલે કોરોનાવાયરસનો ચેપ લાગેલો હોવાથી અનિલ દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. બહુ રખડ્યા પછી પછી અમે તેને રાત્રે એક એડવાન્સ મલ્ટીસ્પેશિયાલિટિ હોસ્પિટલમાં લઇ ગયા. અનિલ કોવિડ 19નો ભોગ બન્યો હતો અને સમયસર સારવાર ના મળતાં તેની હાલત બગડી હતી.  ગુરુવારે સાંજે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો અને એ જ સાંજે સાત વાગ્યાની આસપાસ તેનું નિધન થઇ ગયું હતું.  અનિલના અંતિમ સંસ્કાર શુક્રવારે ઓશિવારા સ્મશાનમાં કરવામાં આવ્યા હતા જેમાં પરિવારની ચાર વ્યક્તિ જ સામેલ થઈ હતી. દરેક વ્યક્તિએ પીપીઇ કિટ પહેરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી

હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી

Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન

ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે

Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી

"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Embed widget