સની લિયોની ફિલ્મ ‘વીરામદેવી’થી દક્ષિણ ભારતીય સિનેમાંમાં ડેબ્યુ કરવાની છે. 100 કરોડના બજેટવાળી આ ફિલ્મ એક પીરિડય ડ્રામા ફિલ્મ છે. પણ ફિલ્મના શૂટિંગ પહેલા જ તેનો વિરોધ થઈ રહ્યો છે.
2/4
કેઆરવીવાયએસના અધ્યક્ષ હરીશે કહ્યું હતું કે અમે કાર્યક્રમ સામે પ્રદર્શન કર્યું છે. આ ફક્ત એક કાર્યક્રમની વાત નથી મામલો તેનાથી વધારે છે. અભિનેત્રી ઇતિહાસ પર આધારિત દક્ષિણ ભારતની એક મહિલા યોદ્ધા પર બનનાર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાની છે. હરીશે કહ્યું હતું કે તેના જેવા એક અભિનેત્રીને કેવી રીતે એક મહાન મહિલાનું પાત્ર ભજવવા આપી શકીએ જે બધા માટે પૂજનીય છે.
3/4
બેંગલુરુમાં મયંતા ટેક પાર્કમાં ટાઇમ ક્રિએશન્સ ‘પ્યૂરિટી એન્ડ એક્સપ્રેશન’નામથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કર્ણાટક રક્ષણ વેદિકે યુવા સેના (KRVYS)એ અભિનેત્રીના પુતળા સળગાવ્યા હતા અને દાવો કર્યો છે કે કાર્યક્રમ કન્નડ સંસ્કૃતિ વિરુદ્ધ છે.
4/4
નવી દિલ્હીઃ સની લિયોની ફિલ્મ વીરામદેવીથી સાઉથ સિનેમામાં ડેબ્યૂ કરવાની છે. પરંતુ તેના માટે આ એટલું સરળ નથી. મૂવીનું શૂટિંગ પૂરું થયા પહેલા જ એક્ટ્રેસના કાસ્ટિંગને લઈને વિરોધ થઈ રહ્યો છે. પ્રો-કન્નડ ગ્રુપ કર્ણાટક રક્ષણા વેદિકે સની લિયોનીની ફિલ્મને લઈને વિરોધ કર્યો છે.