શોધખોળ કરો
Advertisement
કોણ છે બિગ બોસ 14ની વિજેતા રૂબીના દિલૈક? જાણો કયા કારણોથી બની મળી જીત
બિસ બોસ 14 સિઝનમાં રૂબીનાનો સફર ખૂબ જ રસપ્રદ રહ્યો. તેમણે ક્યારેક લોકોને લાગણીવિભોર કરી દીધા તો ક્યારેક મસ્તી કરીને લોકોને મોજ કરાવી.
સોશિયલ મીડિયા પર જે વિનર તરીકે ટ્રેન્ડ થઇ હતી તે જ રૂબીના આખરે બિગ બોસ સિઝન 14ની વિજેતા બની. તેનો બિગ બોસમાં સફર ખૂબ જ દિલચશ્ય રહ્યો.તેમણે દર્શકોનું ખૂબ જ મનોરંજન કર્યુ. જો કે તે ચર્ચિત કન્ટેસ્ટેન્ટ પણ રહી.
રૂબીનાએ તેમના ભાવનાશીલ સ્વભાવથી ક્યારેક દર્શકોને રડાવ્યા તો ક્યારેક મસ્તીમાં હસાવવામાં સફળ રહી.
રૂબીના ટીવીનો એક ખૂબ જ જાણીતો ચહેરો છે. તેમના ફેન ફોલોઇંગની સંખ્યા વધુ છે. નોમિનેશનલમાં જ્યારે પણ રૂબીનાનું નામ આવ્યું તો તેમને સૌથી વધુ વોટ મળ્યાં.
શોની શરૂઆતમાં રૂબીનાએ જણાવ્યું હતું કે, તે દરેક વાત ખૂબજ સખતાઇથી અને મજબૂતી કહેવાનું પસંદ કરે છે. તેમના આ સ્વભાવના કારણે તેમના પર ડોમેનેટિંગનો આરોપ પણ લાગ્યો. જો કે રૂબીનાએ કહ્યું હતું કે, આ બાબતોથી તેમને કોઇ ફરક નથી પડતો.
રૂબીનાએ શો દરમિયાન તેમની પર્સનલ લાઇફ પણ શેર કરી હતી. તેમણે મેરિડ લાઇફમાં ચાલતી મુશ્કેલીઓને પણ શોમાં શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, શો પહેલા તે અને અભિનવ ડિવોર્સ લેવાનું વિચારતા હતા.
બિગ બોસના ઘરમાં રૂબીનાએ બધા સાથે સુંદર સંબંધો નિભાવ્યાં. તેમણે અલી ગોની સાથે ભાઇનો સંબધ નિભાવ્યો તો નિક્કી તંબોલીને નાની બહેન સમજી. આટલું જ નહીં શો દરમિયાન તેમને જે પણ ટાસ્ક મળ્યું તેમણે પુર લગનથી પુરૂ કર્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement