જૈનબ આગળ લખે છે, તેમણે આજે એક ફેન ગુમાવી દીધી. હવે મારી નજરોમાં તેમની કોઈ ઈજ્જત નથી રહી. એવામાં આ કમેન્ટ વાંચ્યા બાદ વીડિયો શેર કરનારા ફોટોગ્રાફરએ ફેનને સમગ્ર વીડિયો વિશે પૂછ્યું. તો ફેને કહ્યું કે, આ સેલેબ્સના ચહેરા તરફ જુઓ તેમણે મારી સાથે ખરાબ વર્તન કર્યું છે. મારી પાસે એટલો સમય નહોતો કે હું આખો વીડિયો બનાવી શકું.
2/4
જૈનબે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, તે લોકો ખૂબ જ ગુસ્સામાં આવ્યા, ખૂબ જ અસભ્ય લોકો. આ ખબર સામે આવ્યા બાદ લોકોએ જૈનમને સપોર્ટ કર્યો. તો કેટલાક લોકોએ ઘટનાનો ખોટી માનીને દીપિકા-રણવીરની લાઈફથી દૂર રહેવા માટેનું સૂચન આપ્યું.
3/4
હકીકતમાં એક ફોટોગ્રાફરે આ વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. એવામાં આ ફેન મહિલાએ તે પોસ્ટમાં પોતાની કમેન્ટ કરી. કમેન્ટમાં જ્યારે જૈનબે લખ્યું, મેં જ આ વીડિયો શેર કર્યો હતો. આ દરમિયાન તેમના દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો. આ ખૂબ ખરાબ એક્ટર્સ છે.
4/4
નવી દિલ્હીઃ હાલમાં સોશિયલ મીડિયામાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક બીજાનો હાથ પકડીને રસ્તા પર ફરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો અમેરિકાના ફ્લોરિડામાં વોલ્ટ ડિઝ્ની વર્લ્ડમાં હાલમાં જ શૂટ કરવામાં આવ્યો હતો. જે મહિલા ફેને પોતાના મોબાઈલમાં આ વીડિયો બનાવ્યો હતો, તેણે આરોપ લગાવ્યો છે કે આ બન્નેએ તેની સાથે મારમારી કરી હતી. અહેવાલ મુજબ આ વીડિયો રેકોર્ડ કરનારી ફેનનું નામ જૈનબ ખાન છે.