હનીસિંહે આ સોંગને રીલિઝ કરતા પહેલા તેના ટીઝરને રિલીઝ કર્યુ હતુ, તેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. હની સિંહ આ સોંગમાં અલગ-અલગ અંદાજમાં નજર આવી રહ્યો છે. આ ગીતમાં હની સિંગ ઉપરાંત, નેહા કાક્કડે તેમનો અવાજ આપ્યો છે.
2/3
હનીસિંહનું લેટેસ્ટ ગીત 'મખના' પહેલેથી ટોચના ચાર્ટબસ્ટરમાં સ્થાન મેળવી લીધું છે, પણ તે યૂટ્યુબ પર પણ સૌથી વધારે ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીત ફક્ત 24 કલાકમાં 1.9 કરોડથી વધુ વખત જોવાયું છે. વર્લ્ડ ચાર્ટમાં હની સિંહનું આ સોંગ 13મા સ્થાને છે. આ દરમિયાન, આગામી સમયમાં સૌથી વધુ વ્યૂઝ મળે તેવી શક્યતા છે.
3/3
નવી દિલ્હીઃ હની સિંહ વિતેલા બે વર્ષથી બોલિવૂડથી ગાયબ હતા. કહેવાતું હતું કે તે ડિપ્રેશનમાં હતો પરંતુ હવે તેણે હાલમાં જ એક ગીતથી ધમાકેદાર વાપસી કરી છે. જોકે, તેમ છતાં તેના કમબેકને લઈને અનેક સવાલ મીડિયામાં અને લોકોનાં મનમાં ઉઠી રહ્યા છે. પરંતુ હવે તેના સવાલોનો જવાબ હની સિંહે પોતાના વીડિયોથી આપ્યો છે.