શોધખોળ કરો
ધોનીએ જીવા સાથે બિસ્કિટની એડનું કર્યુ શૂંટિગ, મસ્તી કરતી લાડલીનો વીડિયો જોઇ થઇ જશો ખુશ
જીવા ધોની પિતા સાથે બિસ્કિટની એડ ફિલ્મમાં શૂટિંગ કરતી જોવા મળી. તેમણે આ એડ ફિલ્મમાં સુંદર અભિનય કરવાની સાથે પાપા સાથે મસ્તી પણ ખૂબ કરી. જુઓ દિલચશ્પ મોમેન્ટનો વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી જીવા ધોની તેના ક્યૂટનેસના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને અનેક ફોલોવર્સ છે. જીવા ધોની હાલ તેમના પાપા સાથે એડ ફિલ્મમાં શૂટિંગ કરતી જોવા મળી. તેમણે શૂટ કરવાની સાથે પાપા સાથે ઘણી મસ્તી પણ કરી. તેમનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જે હાલ ખૂબ વાયરલ થયો છે. વીડિયોમાં તે બિસ્કૂટ ખાવાની સાથે ડાન્સ કરતી જોવા મળે છે. ડાયરેક્ટર જે રીતે એકશન કરવાનું કહે છે. જીવા બિન્દાસ્ત તે રીતે એક્ટિંગ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં ધોનીનો ક્યૂટ અંદાજ જોવા લાયક છે. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા ધોનીએ લખ્યું છે “મસ્તી ટાઇમ” આ વીડિયો સાથે હાલ ધોની અને જીવાનો એક અન્ય ફોટો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. જેમાં તે પાપા સાથે મસ્તી કરતી જોવા મળે છે. તે પાપાના ખભા પર બેસીને મસ્તી કરતી જોવા મળે છે. તેની ક્યૂટનેસના કારણે તેમના વીડિયો અને ફોટોઝને સંખ્યાબંધ લાઇક્સ મળી રહી છે.
View this post on Instagram
વધુ વાંચો




















