BSNLના 9 રૂપિયાના પ્લાનની વેલિડિટી 1 દિવસ સુધીની છે. આ પ્લાનમાં 24 કલાક સુધી ગ્રાહકોને લોકલ અને એસટીડી અનલિમિટેડ કોલિંગ મળશે. આ રિચાર્જ જૂના અને નવા ગ્રાહકો માટે છે. મફતમાં કોલિંગ સિવાય 24 કલાક માટે 100 એમબી ડેટા અને 100 SMS ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે. આ રિચાર્જ દિલ્હી અને મુંબઇના ગ્રાહકો માટે નથી. BSNLનો આ પ્લાન રિલાયન્સ જિયોને કોઇ પણ પ્લાન કરતા પણ સસ્તો સાબિત થાય છે. અત્યારની પરિસ્થિતિમાં રિલાયન્સ જિયોનો માર્કેટમાં દબદબો છે. જિયો તેના ગ્રાહકોને સૌથી સસ્તો પ્લાન ઓફર કરી રહ્યા છે. આ જ કરાણે તેમની પાસે સૌથી વધારે ગ્રાહકો છે.
2/3
29 રૂપિયાના રિચાર્જની વેલિડીટી 7 દિવસ સુધીની છે. જેમાં ગ્રાહકોને 1 જીબી ડેટા અને 300 SMSની સુવિધા મળશે. આ સાથે જ સાત દિવસ સુધી ગ્રાહક PRBT એટલે કે પર્સનલાઇઝ રિંગ બેક ટોનની સુવિધાઓને લાભ ઉઠાવી શકે છે.
3/3
નવી દિલ્હી: BSNLએ તેના ગ્રાહકો માટે શાનદાર ઓફરની જાહેરાત કરી છે. કંપનીએ 29 રૂપિયા અને 9 રૂપિયાના પ્લાનને નવા રંગ રૂપ સાથે રજૂ કર્યા છે. તહેવારોને ધ્યાને રાખીને બધી કંપનીઓ દ્નારા ગ્રાહકોને આકર્ષક ઓફરો લલચાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.