નવી દિલ્હીઃ જાણીતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના લેઆઉટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, તેને પૂરી રીત બદલવામાં આવ્યો નથી, પરંતુ કંપનીએ સેટિંગ્સ મેન્યૂને રીડિઝાઇન કરી છે. આ લેઆઉટ નવો છે અને આઇકન્સ પણ નવા છે. આ બદલાવ માત્ર એન્ડ્રોઇડ યૂઝર્સ માટે જ છે.
2/4
હાલ આ બદલાવ WhatsApp v2.19.45માં આપવામાં આવ્યો છે. નવી ડિઝાઇનમાં આપવામાં આવેલા આઇકનને ઇન્ટરએક્ટિવ બનાવાયો છે. વોટ્સએપના એકાઉન્ટ સેટિંગ્સમાં હવે તમને આઇકન જોવા મળશે. વોટ્સએપના મુખ્ય સેટિંગ્સના આઇકન પણ બદલી દેવામાં આવ્યા છે.
3/4
ટુ સ્ટેપ વેરિફિકેશનમાં પહેલા એક લોકનો આઇકન આવતો હતો પરંતુ હવે તેને પણ બદલી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પેમેન્ટ ઓપ્શન પણ ઉમેરવામાં આવ્યું છે. વોટ્સએપ સેટિંગ્સની અંદર નેટવર્ક યૂસેજ ઓપ્શન મળે છે. જેના પર આંગળી દબાવવાથી હવે અહીં અલગ અળગ આઇકન્સ જોવા મળશે.
4/4
અહીંયા તમે કેટલા ડેટો વાપર્યો છે અને કઇ ચીજ માટે યૂઝ કર્યો છે તે પણ દેખાડશે. તેને વિવિધ કેટેગરીમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં મીડિયા, કોલ્સ, ગૂગલ ડ્રાઇવ સ્ટેટસ અને મેસેજિસ જેવી કેટેગરી જોવા મળશે. આ ઉપરાંત ટોટલ મેસેજ, ફોટા અને વીડિયો કેટલા સેન્ડ અને રિસીવ થયા તે પણ જોઈ શકાશે. આ ફીચર પહેલાથી છે જ પરંતુ તેનો લેઆઉટ પહેલાથી સારો કરવામાં આવ્યો છે અને આઇકન્સ બદલવામાં આવ્યો છે.