નોકિયાના નવા 3310 ફોનમાં 22 કલાક સુધી વાત કરી શકાય છે. ઉપરાંત કંપની તેમાં જાણીતી સ્નેક ગેમની સાથે મોબાઈલ લોન્ચ કરશે. 2.4 ઇંચની સ્ક્રીન સાથે આ ફોન આવી શકે છે જે 256કે સપોર્ટિવ હશે. આ ફોનના નવા અવતારમાં યૂએસબી પોર્ટ અને 8 જીબી ઇન્ટરનલ મેમરી હશે. નોકિયા 3310ની બેટરી 1200mAh હશે.
2/6
1.3GHz ક્વાર્ડ કોર મીડિયા ટેક પ્રોસેસરવાળા આ ડિવાઈસ 2જીબી રેમ સાથે આવશે. તેમાં 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે જેને વધારીને 128 જીબી સુધી કરી શકાય છે.
3/6
નોકિયા 3 પોલીકાર્બોનેટ બોટી સાથે આવે છે. તેમાં એલ્યુમિનિયમ ફ્રેમ આપવામાં આવી છે. તેના ડિવાઈસને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 5 ઇંચ સ્ક્રીન આપવામાં આવી છે જેમાં 720 X 1280 પિક્સલ રિઝોલ્યૂશનવાળી IPS ડિસ્પ્લે છે.
4/6
લોન્ચ સમયે HMD ગ્લોબલ તરફથી કહેવામાં આવ્યું હતું કે નોકિયા 5, નોકિયા 3 2017ના બીજા ક્વાર્ટરમાં ભારતમાં ઉપલબ્ધ હશે. નોકિયા 3ની કિંમત 139 યૂરો (અંદાજે 9800 રૂપિયા), નોકિયા 5ની કિંમત 189 યૂરો (અંદાજે 13500 રૂપિયા) હોવાની વાત કહેવામાં આવી હતી.
5/6
તમને જણાવીએ કે, HMD ગ્લોબલે MWC 2017માં નોકિયા બ્રાન્ડના બે નવા એન્ડ્રોઈડ સ્માર્ટપોન નોકિયા 3 અને નોકિયા 5 લોન્ચ કર્યા હતા. તેની સાથે જ કંપનીએ પહેલા લોન્ચ કરેલ નોકિયા 6ને પણ રિએનાઉન્સ કર્યો હતો. આ અવસર પર નોકિયાનો આઈકોનિકસ ફોન 3310નું મોડર્ન વર્ઝન પણ લોન્ચ કર્યું હતું.
6/6
નવી દિલ્હીઃ ભારતમાં નોકિયાના સ્માર્ટફોનની આતુરતાથી રાજા જોતા લોકો માટે ખુશખબર છે. નોકિયા ફોન બનાવતી કંપની HMD ગ્લોબલે જૂનના પ્રતમ સપ્તાહમાં ભારતમાં એક ઇવેન્ટ કરવા જઈ રહી છે. મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, પોતાના સ્માર્ટફોન્સ ભારતમાં લોન્ચ કરશે.