શોધખોળ કરો
ભારતમાં કાયમી માટે બંધ થઈ શકે છે Whatsapp, જાણો કેમ
1/4

અહીં એક મીડિયા કાર્યશાળા અંતર્ગત વોટ્સએપના કોમ્યૂનિકેશન પ્રમુખ કાર્લ વૂગે જણાવ્યું કે, પ્રસ્તાવિત નિયોમથી જે સૌથી વધારે ચિંતાનો વિષય છે તે છે મેસેજ કોણ મોકલે છે તે જાણવા પર ભાર મુકવું છે. ફેસબુકની માલિકી ધરાવતી વોટ્સએપ ડિફોલ્ટ રીતે એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્શન આપે છે, જેનો મતલબ એ થયો કે માત્ર મોકલનાર અને મેળવનાર જ મેસેજ વાંચી શકે છે ત્યાં સુધી કે વોટ્સએપ પણ ઈચ્છે તો મોકલેલ મેસેજ મોકલી ન શકે. વૂગનું કહેવું છે કે, આ ફીચર વગર વોટ્સએપ બિલકુલ નવી પ્રોડક્ટ બની જશે.
2/4

નવી દિલ્હીઃ ભારતમાં કારોબાર કરી રહેલ સોશિયલ મીડિયા કંપનીઓ માટે સરકાર દ્વારા પ્રસ્તાવિક કેટલાક નિયમો જો લાગુ કરવામાં આવે તો તેનાથી વોટ્સએપના અસ્તિત્વ પર ભારતમાં જોખમ ઉભું થઈ શકે છે. કંપનીના એક ટોચના કાર્યકારીએ બુધવારે આ જાણકારી આપી. ભારતમાં વોટ્સએપના 20 કરોડ માસિક યૂઝર્સ છે અને આ કંપની માટે સૌથ મોટું બજાર છે. કંપનીના વિશ્વભરમાં કુલ 150 કરોડ યૂઝર્સ છે.
Published at : 07 Feb 2019 09:44 AM (IST)
View More





















