આ નવો સ્માર્ટફોન 7.0 નોગટ સોફ્ટવેર જં કંપનીના MIUI 8 ઓએસ પર બેસ્ડ હશે. એવી પણ શક્યતા છે કે mi નોટ 2 પ્રો mi નોટ 2નું જ નવું વેરિઅન્ટ હશે. પાછલા અહેવાલ અનુસાર mi નોટ 2 બે મેમરી વેરિઅન્ટમાં આવશે. એક 64 જીબી અને એક 128 જીબી. આ નવા ફોનમાં USB ટાઈ સી પોર્ટ આવામાં આવી શકે છે સાથે જ ફ્રન્ટ પેનલ પર ફિન્ગરપ્રિન્ટ સેન્સર આપવામાં આપવામાં આવ્યો છે. આશા છે કે mi નોટ 2ની કિંમત 24999 યુઆન (અંદાજે 25 હજાર રૂપિયા અને 128 જીબી વેરિઅન્ટની કિંમત 28 હજાર રૂપિયા આસપાસ હોઈ શકે છે.
2/2
નવી દિલ્હીઃ શ્યાઓમી 27 સપ્ટેમ્બરે થનારી ઈવન્ટમાં જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે તે સ્માર્ટપોન Mi 5s લોન્ચ કરવાની છે. સમાચરા છે કે આ ઇવન્ટમાં કંપની પોતાનો એક અન્ય નવો સ્માર્ટફોન Mi નોટ 2 પ્રોની પણ પ્રથમ ઝલક સામે લાવી શકે છે. નવા લીક રિપોર્ટ્સમાં Mi નોટ 2 પ્રોના ફીચર્સ સામે આવ્યા છે. વિતેલા કેટલાક સપ્તાહથી Mi નોટ 2ને લઈને લીક રિપોર્ટસે બજારમાં ચર્ચા જગાવી છે. પરંતુ વીબો એકાઉન્ટ પર હાલમાં જ Mi નોટ 2 પ્રોનો એક સ્ક્રીનશોટ સામે આવ્યો છે. આ સ્ક્રીનશોટનું માનીએતો તેમાં 8 જીબી રેમ અને 2.6GHz સ્નેપડ્રેગન 821 ચિપસેટ હોઈ શકે છે.