ચીનની સ્માર્ટફોન નિર્માતા શાઓમી ભારતમાં પાંચ વર્ષ પૂરા કરી ચૂકી છે. પાંચમાં એનિવર્સિટીના અવસર પર કંપનીએ Mi Fansને આ સપ્તાહે 5 ભેટ આપવાનું વચન આપ્યું છે. તેની સીધો મતલબ છે કે 7થી 11 જાન્યુઆરીની વચ્ચે શાઓમી પોતાના યૂઝર્સને પાંચ અલગ અલગ ભેટ આપશે.
2/4
કંપનીએ આ છૂટની જાહેરત એક ટ્વિટ દ્વારા કરી છે. એમઆઈઈ ઇન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વિટમાં લખ્યું, તમને ખબર છે તમારને આ જોઈએ છે. ભારતના કેમેરા બેસ્ટ રેડમી નોટ 5 પ્રો પર 4000 રૂપિયા સધીની છૂટ. અમને એક #High5 આપો પરંતુ તમે પણ એક સારી ડીલની રાહ જોઈ રહ્યા હતા. કંપનીએ ટ્વિટમાં એવો પણ દાવો કર્યો કે અત્યાર સુધી આ ફોનના એક કરોડ યૂનિટ વેચાઈ ચૂક્યા છે.
3/4
શાઓમી રેડમી નોટ 5 ફ્રોને 4 જીબી રેમ વેરિયન્ટની કિંમત 15999 રૂપિયા હતી જે 12999 રૂપિયામાં ખરીદી શકાયછે. જ્યારે 6 જીબી વેરિયન્ટની કિંમત 17999 રૂપિયા હતી જે હવે 13,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
4/4
નવી દિલ્હીઃ ભારતમાં પાંચ વર્ષ પૂરા કરી ચૂકેલ ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની શાઓમીએ ગ્રાહકોને પાંચ ભેટ આપવાનું વચન આપ્યું હતું. કંપનીએ બીજી ભેટની જાહેરાત કરી દીધી છે. શાઓમીએ Mi A2 બાદ હવે કંપનીએ Redmi Note 5 Proની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. કંપનીએ આ ફોનની કિંમત 4000 રૂપિયા સુધી ઘટાડી છે. હવે આ ફોનની કિંમત 12999 રૂપિયાથી શરૂ થાય છે. આ છૂટ ફોનના 4 અને 6 જીબી વેરિયન્ટ પર લાગુ થશે.