સૂત્રોના કહેવા પ્રમાણે, તમામ હાઇવે પરથી જુદા જુદા સમયે પસાર થતાં વાહનોની સંખ્યામાં પણ વધ-ઘટ થતી રહે છે. દરેક કોન્ટ્રાક્ટર દ્ધારા દર વર્ષે નિશ્વિત સંખ્યા સરકારમાં જમા કરાવે છે બાકી રહેલી રકમ તેની આવક હોય છે. આ સંજોગોમાં ખાનગી વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તો તેની ગણતરી કેવી રીતે કરવી તે મોટી સમસ્યા છે. દરેક પ્રક્રિયા કમ્પ્યુટરાઇઝ હોવા છતાં મુક્ત પામેલા યુનિટ કેટલા પસાર થયા તેની કોણ કાઉન્ટ કરે અને વાર્ષિક વૃદ્ધિદરને કેવી રીતે ગણવામાં આવે તે પણ મોટો સવાલ છે. હવે નવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટમાં આ અંગે કેવી રીતે અમલ કરવો તેનું મિકેનિઝમ તૈયાર કરવાની સૂચના આપી છે.
2/4
નાણા વિભાગના કહેવા પ્રમાણે, રાજ્યના નવ સ્ટેટ હાઇવે પર અલગ અલગ જગ્યાએ વસૂલ થતાં ટોલ ટેક્સની સરેરાશ આવક રૂપિયા 350 કરોડ રૂપિયાથી લઇને 425 કરોડ રૂપિયાની થાય છે. જેમાં સૌથી વધારે આવક અમદાવાદ-વિરમગામ અને માળિયા-મિયાણાની છે જે સરેરાશ રૂપિયા 150-170 કરોડ રૂપિયા છે.
3/4
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતનો અમલ 15 ઓગસ્ટથી થશે તેવો અમારો પ્રયાસ રહેશે આનંદીબેને કરેલી જાહેરાત સંદર્ભમાં પરિવહન વિભાગ પાસે કોઇ ફાઇલ કે નોટિસ આવી નથી. અગાઉ માર્ગ અને મકાન વિભાગે રાજ્યમાં કેટલા રાજ્ય ધોરી માર્ગો પર કેટલો ટોલ ટેક્સ વસૂલાય છે અને તેની કેટલી આવક છે તે અંગે વિગતો મોકલેલી છે.
4/4
ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારે રાજ્યમાં 15 ઓગસ્ટથી સ્ટેટ કે નેશનલ હાઇવે પરથી પસાર થતાં નાના ખાનગી વાહનો પાસેથી ટોલટેક્સ નહીં લેવાનો નિર્ણય કર્યો હતો. રૂપાણીએ કહ્યુ હતું કે, આનંદીબેન સરકારે કરેલ 15 ઓગસ્ટમાંથી ટોલટેક્સમાંથી મુક્તિના નિર્ણયનો અમે અમલ કરીશું.