શોધખોળ કરો
ગુજરાતમાં ખેડૂતોનાં દેવાં માફ કરવા મુદ્દે નીતિન પટેલે કરી શું મોટી જાહેરાત? જાણો વિગત
1/4

ખેડૂતોના કારણે જ સરકાર રૂપિયા 900 કરોડનું ભારણ વેઠી રહી છે. આ ઉપરાંત ડ્રીપ ઈરીગેશન અને વિજળીને કારણે સરકારને આર્થિક ફટકો પડ્યો છે. ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ અમલી હોવાથી કોઈ પણ ભોગે દેવું માફ થશે નહીં. અન્ય રાજ્યોમાં ખેડૂતો માટે દેવું માફ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકારે તો આ વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે. ભાજપના શાસકોનો તો એવો પણ મત છે કે, ગુજરાતના ખેડૂતો અન્ય રાજ્યોની સરખામણીએ વધુ સમૃદ્ધ છે.
2/4

કોંગ્રેસ સાશિત રાજ્યોએ ખેડૂતોના દેવાં માફ કરતાં ગુજરાતમાં પણ દેવાં માફીની માંગ ઉઠી છે. પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોના દેવું માફ નહીં આ વાતનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતો માટે ઘણી લાભદાયી યોજનાઓ અમલમાં જ છે.
Published at : 20 Dec 2018 10:08 AM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















