શોધખોળ કરો
BSF જવાનનો વધુ એક વિડિયો વાયરલ, ભ્રષ્ટાચારના આરોપીને જ તપાસ સોંપવાનો આરોપ
1/6

બીએસએફના ભ્રષ્ટ અને સરમુખત્યાર અધિકારીઓ બહાર જવાનોના કલ્યાણની વાતો કરે છે, પણ અંદરખાને જવાનોનું લોહી ચૂસે છે, આના કરતાં અંગ્રેજોની ગુલામી સારી હતી. કોઇ સાથ આપે કે ન આપે, મારો જંગ જારી રહેશે તેવો નિર્ધાર નવરતન ચૌધરીએ વ્યક્ત કર્યો છે.
2/6

ફેસબુક પર મુકેલા પાંચ મિનિટના વીડિયોમાં તેણે આરોપ કર્યો છે કે, નિયમ અનુસાર વર્ષમાં બે મહિનાની રજા મળવી જોઇએ તેને બદલે માત્ર 13 દિવસની જ રજા અપાય છે. પોતાના આરોપોના સમર્થનમાં તેણે બે ઓડિયો ક્લીપ મૂકી છે, જેમાં એક અધિકારી તેની સાથે ગાળ બોલી ગેરવર્તાવ કરતો હોવાનું જણાય છે. પોતે વીડિયો ક્લીપ દ્વારા સજ્જડ પુરાવા આપતો હોવા છતાં કોઇ આગળ આવતું ન હોવાનું જણાવી નવરતન ચૌધરીએ બસએસએફના ડીજીને અનુરોધ કર્યો છે કે, આ પુરાવાને આધારે તેની સજા માફ કરાય અને ખરેખર જે દોષીઓ છે તેને સજા કરવામાં આવે.
Published at : 04 Feb 2017 11:44 AM (IST)
View More























